ઉર્જીત પટેલ બનશે આરબીઆઇના નવા ગવર્નર
રધુરામ રાજન પછી ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઇના નવા ગર્વનર બનશે અર્જિત પટેલ. કેટલાક દિવસની આ નામને લઇને ચર્ચાઓ થઇ રહી હતી. તે વચ્ચે કેન્દ્ર સરકારે નવા આરબીઆઇ ગવર્નર તરીકે ઉર્જીત પટેલનું નામ જાહેર કર્યું છે. ઉર્જિત પટેલ ચાર સપ્ટેમ્બરના રોજ પોતાનું પદ અધિકૃત રીતે સંભાળશે.

નોંધનીય છે કે 11 જાન્યુઆરી 2013માં કેન્દ્રિય બેંકમાં ત્રણ વર્ષ સુધી ઉર્જિત પટેલે ડેપ્યુટી ગર્વનર તરીકે પદ સંભાળ્યું છે. આ વર્ષે તેમનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો હતો. પણ હવે તેમનો કાર્યકાળ વધારીને 8 જાન્યુઆરી 2016 સુધી લંબાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઉર્જિત પટેલ જાણીતા અર્થશાસ્ત્રી છે. અને તેમણે લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી ગ્રેજ્યુએશન અને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયથી એફ.એલની ડિગ્રી મેળવી છે.












Click it and Unblock the Notifications
