For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA અને આર્ટિકલ 370ના કારણે અમેરિકી કંપનીએ ભારત સરકારને આપ્યો ઝટકો

દેશમાં ચાલી રહેલ આર્થિક સુધારાને તગડો ઝટકો લાગ્યો છે. અમેરિકાની વેસ્ટર્ન અસેટ મેનેજમેન્ટ કંપનીએ ભારત સરકારની બૉન્ડ હોલ્ડિંગ્ઝમાં ઘટાડો કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં ચાલી રહેલ આર્થિક સુધારાને તગડો ઝટકો લાગ્યો છે. અમેરિકાની વેસ્ટર્ન અસેટ મેનેજમેન્ટ કંપનીએ ભારત સરકારની બૉન્ડ હોલ્ડિંગ્ઝમાં ઘટાડો કરી દીધો છે. કંપની તરફથી આ પગલુ નાગરકિતા સુધારા કાયદો (સીએએ) અને કાશ્મીરમાંથી હટાવાયેલ આર્ટિકલ 370ના કારણે ઉઠાવવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે કંપનીના આ ચુકાદા બાદથી જ પહેલેથી સુસ્ત થઈ ચૂકેલી અર્થવ્યવસ્થા પર ખાસ અસર પડશે.

pm modi

આર્થિક નીતિઓ પર પડશે અસર

કંપનીએ 453 બિલિયન ડૉલરના બૉન્ડની હોલ્ડિંગ્ઝમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન અસેટ મેનેજમેન્ટ, લેગ મેસન ઈંક કંપનીનો ભાગ છે. આ કંપની પોતા ફંડને મલેશિયા અને ચીન તરફ મોકલી રહી છે જેના પર પહેલેથી જ કંપનીનુ ઘણુ દેવુ છે. કંપનીના એશિયા માટે ઈનવેસ્ટમેન્ટ મેનેજમેન્ટના પ્રમુખ ડેસમંડ સૂન તરફથી આ વાતની માહિતી આપવામાં આવી છે. દેશમાં નાગરિકતા કાયદાના કારણે છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલુ છે. છેલ્લા ત્રણ મહિનામાં ભારતના સાવરેન દેવામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. સૂને આ આખા મુદ્દે વિસ્તારથી વાત કરી. તેમણે કહ્યુ, નિશ્ચિત રીતે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારનુ ધ્યાન જરૂરી આર્થિક નીતિ તૈયાર કરવા અને અર્થવ્યવસ્થા માટે જરૂરી સુધારાથી હટાવનાર નિર્ણયો છે. સૂનને રોકાણમાં 30 વર્ષોનો અનુભવ છે અને તે સિંગાપુરમાં રહે છે.

આ પણ વાંચોઃ ચીનની ભલામણ પર કાશ્મીર મુદ્દે ફરી UNSCમાં બંધ બારણે બેઠકઆ પણ વાંચોઃ ચીનની ભલામણ પર કાશ્મીર મુદ્દે ફરી UNSCમાં બંધ બારણે બેઠક

English summary
US company cuts 453 billion dollar Indian govt bonds holding over CAA and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X