ડોનાલ્ડ ટ્રંપે PM મોદીને કીધી મનની વાત, પાઠવ્યા અભિનંદન

Written By:
Subscribe to Oneindia News

યુએસ માં ભારતીય મૂળના રહેવાસીઓ પર થયેલા હુમલાઓ બાદ યુએસ-ભારત ના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થવાની શક્યતાઓ હતી. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ના એક ફોને સાબિત કરી દીધું છે, કે તેઓ પણ આ બંન્ને દેશોના સંબંધો જાળવવા માટે ભારત જેટલા જ કટિબદ્ધ છે.

modi trump

સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ફોન કર્યો હતો. તેમણે ફોન કરી નરેન્દ્ર મોદીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તેમને મળેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવે આ અંગે જાણકારી આપી હતી.

અહીં વાંચો - જ્યારે 16 વર્ષીય ગાયત્રીએ PM સમક્ષ વ્યક્ત કર્યો પોતાનો રોષ...

જો કે, ત્યાર બાદ આ બંન્ને વચ્ચે આગળ શું વાત થઇ એ અંગે કોઇ જાણકારી આપવામાં નથી આવી. ટ્રંપ અને મોદીની ટેલિફોનિક વાતચીત આ બંન્ને દેશોના સંબંધોની મજબૂતાઇ દર્શાવે છે. નોટબંધીના નિર્ણય બાદ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી શાનદાર જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની સાબિતી આપે છે.

English summary
US President Trump called PM Modi convey his felicitations on the recent electoral results.
Please Wait while comments are loading...