For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દરેક શબ્દ વિચારીને વાપરો' મહિલા વિરોધી ડાયલૉગ્સ પર મુંબઈ પોલીસનો પહેરો?

'દરેક શબ્દ વિચારીને વાપરો' મહિલા વિરોધી ડાયલૉગ્સ પર મુંબઈ પોલીસનો પહેરો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

'સિનેમા આપણા સમાજનું પ્રતિબિંબ છે...’

આ વાત આપણે કહેતા રહીએ છીએ, છતાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ફિલ્મો પર વારંવાર પ્રશ્ન ઊઠે છે કે તેમનું કન્ટેન્ટ કથિત રીતે મહિલા વિરોધી છે.

આવી જ કેટલીક ફિલ્મોમાં કથિત રીતે મહિલા વિરોધી વિચારધારા દર્શાવવા વિરુદ્ધ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું છે.

મુંબઈ પોલીસે સલમાન ખાનની ફિલ્મ દબંગથી માંડીને શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ સુધીના કેટલાક ડાયલૉગ્ઝનો ઉપયોગ કરીને ફિલ્મોમાં દર્શાવાતી કથિત મહિલા વિરોધી વિચારધારા તરફ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.

મુંબઈ પોલીસે શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવાની સલાહ આપી છે.

https://twitter.com/MumbaiPolice/status/1443442308242984961

મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં 'LetsNotNormaliseMisogyny’, 'MindYourLanguage’, અને 'WomenSafety’ જેવા હૅશટેગ્સનો ઉપયોગ કર્યો છે અને સાથે જરૂરી સંદેશ આપ્યો છે.

આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે "આપણે વાપરેલો પ્રત્યેક શબ્દ એ પહેલાં એક વિચાર હોય છે. રોજબરોજના જીવનમાં અને ફિલ્મોમાં વપરાતી ભાષા એ આપણા વિચારોનું પ્રતિબિંબ છે. દરેક શબ્દ વિચારીને વાપરો."

https://twitter.com/MumbaiPolice/status/1443441825809903618

મુંબઈ પોલીસે કહ્યું છે કે મહિલા વિરોધી વર્તનને સામાન્ય વાત તરીકે રીતે જોવાનું લોકો બંધ કરે નહીં તો તેમણે કાયદાનો પણ સામનો કરવો પડી શકે છે.


સિનેમા આપણા સમાજનો પડછાયો?

https://www.instagram.com/p/CUbw_8KoxTP/?utm_source=ig_web_copy_link

પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે, 'સિનેમા આપણા સમાજનો પડછાયો છે. અમે અહીં આજે એવા ડાયલૉગ વિશે જણાવી રહ્યાં છીએ જેના વિશે આપણા સમાજ અને સિનેમા ઇન્ડસ્ટ્રીએ ધ્યાન આપવાની જરૂર છે. તમારા શબ્દોની સાથેસાથે તમારી વર્તણૂક મામલે પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમે એવું નથી કરતા તો કાનૂને તેમાં દખલગીરી કરવી પડશે.’


લોકોએ શું કહ્યું?

સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસના અભિયાનને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટને દોઢ લાખ કરતાં વધારે લોકોએ પસંદ કરી છે.

જિનશાઇના નામનાં એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું છે, “આની ખૂબ જરૂર હતી. મુંબઈ પોલીસનું સોશિયલ મીડિયા હૅન્ડલ જે કોઈ સંભાળી રહ્યું છે તેના વખાણ કરવા જોઈએ. તેમનો ખૂબ આભાર.”

જયંતી મુખરજી નામનાં ટ્વિટર યૂઝર પણ કહે છે, “જે કોઈ આ કન્ટેન્ટ બનાવતું હોય, કોઈ ટીમ કે એક વ્યક્તિ તે મુંબઈ પોલીસ માટે ઘણું સન્માન પ્રાપ્ત કરી રહ્યું છે.”

https://twitter.com/Lady_Wife_/status/1443632345903337472

ઓંકાર દુબે લખે છે, “ખૂબ આભાર અને અમને ગર્વ છે કે મુંબઈ પોલીસ મહિલાઓની સુરક્ષાને એક સકારાત્મક સ્તર સુધી લઈ જઈ રહી છે. અને હા, બોલીવૂડે કંઈક શીખવાની જરૂર છે”

https://twitter.com/HindOmkar/status/1443521957991829510

મોનાલિસા નામનાં યૂઝર લખે છે, “આવાં પગલાં લઈને સકારાત્મક પરિવર્તન લાવવા માટે આપનો ખૂબ આભાર. અમને અને બધા જ નાગરિકોને સુરક્ષા આપતા રહો, જેવું તમે હંમેશાં કરો છો.”

https://twitter.com/MonalishaPani1/status/1443623864106295305


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yuxWGWPVeX4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
'Use every word thoughtfully' Wear Mumbai Police on anti-women dialogues?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X