For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશ સરકારમાં 1164 હત્યાઓ અને 320 બળાત્કાર

|
Google Oneindia Gujarati News

લખનઉ, 14 માર્ચઃ શુક્રવારે 15 માર્ચે અખિલેશ સરકારે એક વર્ષ પૂર્ણ કરતા રાષ્ટ્રીય લોકદળે આખા વર્ષનો ક્રાઇમ ગ્રાફ જારી કરતા તેને સૌથી ફ્લોપ શોવાળી સરકાર ગણાવી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મુન્ના સિંહ ચૌહાણે કહ્યું છે કે આ સરકાર અત્યાર સુધીની સૌથી નબળી, ગુનેગારો, ભ્રષ્ટાચારીઓ અને બળાત્કારીઓ સામે નતમસ્તક થનરા સૌથી ફ્લોપ શોવાળી સરકાર છે.

સરકારે ગત એક વર્ષના કાર્યકાળમાં પ્રદેશમાં 1164 હત્યાઓ, 320 બળાત્કાર અને 920 લૂંટના ગંભીર મામલા સરકારના ખાતામાં દાખલ થયા છે. સરકાર ગુન્ડાઓ, માફિયાઓ, ગુનેગારો પર રોક લગાવવામાં નાકામ રહ્યાં છે, જેના કારણે કુંડા અને ટાંડાની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. સરકારની કાયદા વ્યવસ્થા ઘ્વસ્ત છે. સરકારની ખોટી નીતિઓના કારણે સરકારી પોલીસ અધિકારી સુરક્ષિત નથી તો, સામાન્ય જનતાની સુરક્ષા ખતરામાં હોય તે માની શકાય છે.

akhilesh-yadav
સપા સરકારે સત્તામાં આવતા જ પ્રદેશમાં સાંપ્રદાયિક દંગોમાં ફસાઇ ગઇ, જેનું જીવતુ જાગતુ ઉદાહરણ ફૈજાબાદ, બરેલી, પ્રતાપગઢ, કોસી સહિત 24 ઘટનાઓએ પ્રદેશની જનતાની શાંતિને વેર-વિખેર કરી નાંખી. સરકાર સાંપ્રદાયિક દંગોને રોકવામાં નાકામ રહી જેનો ભોગ પ્રદેશની જનતા થઇ રહી છે.

English summary
The report card of Akhilesh Yadav government is now getting unveiled. RLD released the crime report of UP which includes 1164 murders and 320 rapes in his tenure till now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X