ઉત્તર પ્રદેશમાં એપ્રિલ 2013થી ગુટખા પર પ્રતિબંધ

આ અંગે ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તાએ આ અંગે બુધવાર 3 ઑક્ટોબર, 2012ના રોજ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે આ પગલું સંસદ દ્રારા પાસ કરવામાં આવેલા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ અંતર્ગત ઉઠાવ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુટખા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો કર્મચારીઓ, શ્રમિકો અને ઉદ્યમિઓની રોજગારીને ધ્યાનમાં રાખેને તેનો અમલ 1 એપ્રિલ, 2013થી કરવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન ગુટખા ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ, શ્રમિકો અને ઉદ્યમિઓ વૈકલ્પિક રોજગાર અંગેની વ્યવસ્થા કરી શકે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દેશના 10થી વધારે રાજ્યોમાં ગુટખા પર પ્રતિબંધ અમલી બન્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે ઉત્તર પ્રદેશમાં 14 દિવસની અંદર ગુટખા અને પાનમસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવે.












Click it and Unblock the Notifications
