યોગી સરકારની મોટી સફળતા, યુપી બન્યું દેશના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વાળું ચોથું રાજ્ય
Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકાર ઉત્તર પ્રદેશમાં સ્ટાર્ટઅપ અને ઔદ્યોગિક વિકાસને ઝૂનૂનથી પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય સરકારના સતત પ્રયત્નોના પરિણામસ્વરૂપ ઉત્તર પ્રદેશમાં હવે આઠ યૂનિકોર્ન કંપનીઓ છે, જેમાં કેટલીય સ્ટાર્ટઅપ યૂનિકોર્નનો દરજ્જો હાંસલ કરવાની તૈયારીમાં છે.

ઉત્તર પ્રદેશે 2025 સુધી 10 હજાર સ્ટાર્ટઅપનો ટાર્ગેટ રાખ્યો હતો જેને સરકારે 2023ના મધ્ય સુધીમાં જ હાંસલ કરી લીધો. અનુકૂળ નીતિઓની મદદથી કેટલાય સ્ટાર્ટઅપ હવે યૂનિકોર્ન અને સૂનિકોર્ન બનવાની દિશામાં તેજીથી આગળ વધી રહ્યા છે.
દેશના 108 યૂનિકોર્નમાંથી આઠ ઉત્તર પ્રદેશમાં છે. રિપોર્ટના આંકડાઓ મુજબ પેટીએમ, પેટીએમ મૉલ, ઈન્ડિયા માર્ટ, મોગ્લિક્સ, પાઈન લૈબ્સ, ઈનોવાકર વગેરે ઉત્તર પ્રદેશમાં સ્થિત સ્ટાર્ટઅપ છે અને દેશના યૂનિકોર્ન સ્ટાર્ટઅપમાં સામેલ છે. યૂનિકોર્ન સ્ટાર્ટઅપ એક એવું સ્ટાર્ટઅપ છે જેનું મૂલ્યાંકન 1 બિલિયન ડોલરથી વધુ છે.
આવી જ રીતે, સૂનિકોર્ન સ્ટાર્ટઅપ છે જેમાં નજીકના ભવિષ્યમાં યૂનિકોર્ન બનવાની ક્ષમતા છે. વર્તમાનમાં રાજ્યમાં બે સૂનિકોર્ન સ્ટાર્ટઅપ કામ કરી રહ્યાં છે, અને તેને નામ ક્લાસ પ્લસ અને ઈનશૉર્ટ્સ છે. રાજ્યના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં મિનીકોર્ન પણ સામેલ છે, 1 મિલિયન ડોલરથી વધુ વેલ્યૂએશન વાળા સ્ટાર્ટઅપ યોગી સરકારની નીતિઓ અંતર્ગત વિકસિત થઇ રહેલા ઉદ્યોગોની વિવિધ શ્રૃંખલા દર્શાવે છે.
રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશ વર્તમાનમાં દેશનું ચોથું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વાળું રાજ્ય છે. તમામ 75 જિલ્લામાં સ્ટાર્ટઅપ શરૂ થયાં છે અને ખાસ વાત એ છે કે 49 ટકા સ્ટાર્ટઅપ ટિયર 2 અને ટિયર 3 શહેરોના છે.












Click it and Unblock the Notifications
