For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશઃ યોગી આદિત્યનાથ 25 માર્ચે સાંજે 4 વાગે લેશે સીએમ પદના શપથઃ સૂત્ર

યુપીના સીએમ યોગી આદિત્યનાથ 25 માર્ચે સાંજે 4 વાગે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ભાજપની પ્રચંડ જીત બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથ 25 માર્ચે સાંજે 4 વાગે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ યોગી આદિત્યનાથ 25 માર્ચે બીજા કાર્યકાળ માટે સીએમ પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા કેન્દ્રીય મંત્રી શામેલ થશે.

yogi

અહીં થશે શપથ કાર્યક્રમ

મીડિયા રિપોર્ટ મુજબ સમારંભ લખનઉના અટલ બિહારી વાજપેયી એકમ ક્રિકેટ સ્ટેડિયમમાં 25 માર્ચે આયોજિત થશે. સ્ટેડિયમમાં 50,000ની ભીડની યજમાની કરવાની ક્ષમતા છે અને સ્ટેડિયમમાં લગભગ 200 વીવીઆઈપી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ભવ્ય શપથ ગ્રહણ સમારંભની તૈયારી

આ કાર્યક્રમમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિપક્ષ સહિત અન્ય મુખ્ય નેતાઓના હાજર રહેવાની આશા છે. તમને જણાવી દઈએ કે ભાજપના સીએમ યોગી માટે એક ભવ્ય શપથ ગ્રહણ સમારંભની યોજના બની રહી છે અને આમંત્રિતોની સૂચિ તૈયાર કરી રહી છે. મહેમાનોમાં લાભારતી નામક વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી હશે જેમણે ભાજપને સત્તામાં વાપસી માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

યુપીમાં ભાજપે જીતી 273 સીટો

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થયુ હતુ. જેના પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવ્યા, જેમાં યુપીની કુલ 403 સીટોમાંથી ભાજપે પોતાના સહયોગી પક્ષો સાથે 273 સીટો પર જીત મેળવીને એક વાર ફરીથી યુપીની સત્તામાં વાપસી કરી છે.

English summary
Uttar Pradesh CM designate Yogi Adityanath likely to take oath as Chief Minister on March 25 at 4pm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X