
ઉત્તર પ્રદેશ ચૂંટણીની સૌથી પહેલી Exit Poll: યુપીમાં ફરી યોગી સરકાર, ભાજપને ફરી બહુમતનો અંદાજ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂરું થતાં જ હવે એક્ઝિટ પોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી બાદ હવે પરિણામ 10 માર્ચે આવશે. મતગણતરી પહેલા એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે. યુપીમાં સરકાર કોણ બનાવશે તે તો 10 માર્ચે ખબર પડશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલમાંથી કેટલાક ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. MATRIZE એક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશમાં ફરી યોગી આદિત્યનાથની સરકાર રચાતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, ત્યારે અખિલેશ યાદવની પાર્ટી નંબર 2 પર રહી શકે છે.
UP MATRIZE EXIT POLL
- ભાજપને તેના ખાતામાં 262થી 277 બેઠકો મળી શકે છે.
- સપાના ખાતામાં 119થી 134 સીટો આવી શકે છે.
- બહુજન સમાજવાદી પાર્ટીના ખાતામાં 07 થી 15 સીટો આવી શકે છે.
- તે જ સમયે, કોંગ્રેસના ખાતામાં માત્ર 4 બેઠકો જોવા મળી રહી છે.
2017
જો 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપને પ્રચંડ બહુમતી મળી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 325 બેઠકો મળી હતી જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને માત્ર 47 બેઠકો મળી હતી. જ્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટીને માત્ર 19 બેઠકો મળી હતી.