લખનઉ : યુપી હજ હાઉસની દિવાલો થઈ કેસરી

Written By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ ત્યાંની અનેક સરકારી ઇમારતોની દિવાલને ભગવા રંગથી રંગવામાં આવી રહી છે. સૌ પ્રથમ સી.એમ. કાર્યાલયની દિવાલને કેસરી રંગથી રંગવામાં આવી હતી એ બાદ શુક્રવારે લખનઉ સ્થિત રાજ્ય હજ હાઉસની બહારની દિવાલને કેસરી રંગથી રંગવામાં આવી હતી. આ અંગે વાત કરતા ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી મોહસિન રઝાએ જણાવ્યુ કે, આ વિષય પર કોઇ પણ વિવાદની વાત જ નથી થતી. કેસરી રંગ તો ઊર્જાનું પ્રતિક છે. તથા તે વધારે ચમકદાર હોવાને કારણે ઇમારત તરફ ધ્યાન આકર્ષે છે.

India

ઉલ્લેખનીય છે કે, જ્યારથી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની છે ત્યારથી ત્યાંની અનેક સરકારી ઇમારતોની દિવાલોને કેસરી રંગથી રંગવામાં આવી રહી છે. જેમાં 100થી પણ વધારે પ્રાથમિક સ્કૂલોનો પણ સમાવેશ થાય છે. જો હજ હાઉસની વાત કરવામાં આવે તો તેને કેસરી રંગથી રંગવામાં આવી તે પહેલા તે સફેદ અને લીલા રંગની હતી. મળતી માહિતી અનુસાર અલ્પસંખ્યક કલ્યાણ બોર્ડ દ્વારા આ રંગ કરવામાં આવ્યો છે. હજ હાઉસની કેસરી દિવાલ વાળા ફોટો સોશ્યલ મીડિયામાં પણ બહુ જલ્દી વાયરલ થઈ રહ્યા છે. અને લોકો તે અંગે અલગ અલગ ટિપ્પણી પણ કરી રહ્યા છે.

English summary
Uttar Pradesh: Exterior walls of Haj House in Lucknow painted saffron.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.