સપાએ પાળ્યું વચન, સંજુબાબાના કેસો પાછા ખેંચ્યા

વર્ષ 2009માં લોકસભા ચૂંટણી સમયે બારબંકી, મઉ અને પ્રતાભગઢ જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન સંજય દત્તે માયાવતીને લઇને એક અમર્યાદિત ટિપ્પણી કરી હતી. તે સમયે સંજય દત્ત સમાજવાદી પાર્ટીના મહાસચિવના પદ પર હતા. સંજય દત્ત દ્વારા માયાવતી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઇને પ્રદેશમાં હંગામો મચી હયો હતો.
માયાવતીના નિર્દેશ પર સંજય દત્ત વિરુદ્ધ વર્ષ 2009ના એપ્રિલ મહિનામાં આઇપીસીની ઘણી કલમો હેઠ એફઆઇએર દાખલ કરવામાં આવી હતી. મામલો એટલો ગંભીર થઇ ગયો કે સંજય દત્તને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
સપાએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મામલાનો નિવેડો આવ્યો નહીં, ત્યારબાદ તે કોર્ટના શરણમાં ગયા પરંતુ ત્યાં પણ તેમને રાહત મળી નહીં. આ પ્રકરણ પર કોર્ટે એવો નિર્ણય કર્યો કે સંજય દત્તને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરવામાં આવે. સપાએ સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કર્યો અને સંજય દત્તને ચૂંટણી પ્રચારમાંથી દૂર કર્યા.
સપાએ તે વખતે બસપાને ચેતવણી આપી હતી કે જો રાજ્યમાં તેમની સરકાર આવશે તો તે સંજય દત્ત પર લાગેલા તમામ કેસ પાછાં ખેંચી લેશે. પ્રદેશમાં સપાની સરકાર આવી ગઇ, ત્યારબાદ તેને તેનું વચન યાદ અવ્યું અને સરકારે સંજય દત્ત પર લાગેલા તમામ કેસ પાછા ખેંચી લેવાનો આદેશ આપ્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
