For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ : પુનર્રચના માટે એજન્સી નિમાઇ, પીડીતોને એક માસ મફત અનાજ

|
Google Oneindia Gujarati News

vijay-bahuguna
દહેરાદૂન, 2 જુલાઇ : ઉત્તરાખંડમાં આવેલી મોટી કુદરતી આફત બાદ હવે રાજ્ય ફરી બેઠું થવા પ્રયાસ કરી રહ્યું છે. ભારે પૂરને કારણે સર્જાયેલી તબાહીમાં બચાવ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે ત્યારે રાજ્યની પુનર્રચના માટે રાજ્યના મુખ્યમંત્રીએ એક એજન્સીની રચના કરી છે.

ઉલ્લેખનીય છે કે જે કુદરતી પ્રકોપને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને કરોડોનું નુકસાન થયું છે તેના પગલે રાજ્‍યના આર્થિક વિકાસનો પાયો હચમચી ગયો છે. હવે કુદરતની આ તબાહીના કારણે થયેલ નુકશાનની ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉત્તરાખંડને ફરી બેઠું કરવા માટે રાજ્‍યના મુખ્‍યમંત્રી વિજય બહુગુણાએ ધોષણા કરી છે કે આ પુનર્રચનાનું કાર્ય કરવા માટે એક એજન્‍સીની રચના કરવામાં આવશે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્‍યું કે રાજયના વિકાસ અને યોજના બનાવવા માટે ઉત્તરાખંડમાં પુન નિર્માણ પ્રાધિકારણ બનાવાશે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે પૂર ગ્રસ્‍ત વિસ્‍તાર અને કુદરતી આફતનો ભોગ બનેલા લોકોને તથા પુરના કારણે અનેક સ્થળોએ રસ્‍તા ધોવાણનું ધોવાણ થયું છે. જેના કારણે સંપર્ક તુટી ગયેલ ગ્રામિણ વિસ્‍તારમાં સરકાર એક માસ સુધી મફત અનાજ પુરુ પાડશે. કુદરતની આ આફત દરમિયાન સતત સંપર્કમાં રહેવા બદલ અને સહકાર બદલ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીનો આભાર માન્‍યો હતો.

બીજી તરફ ઉત્તરાખંડમાં જળપ્રલયના કારણે નુકશાન થયેલ વિસ્‍તારથી 200 થી વધુ શ્રધ્‍ધાળુઓને અને સ્‍થાનિક લોકોને બચાવાયા હતાં. જ્‍યારે 680 લોકો હજુ સુધી ફસાયેલા છે. મુખ્‍યમંત્રી વિજય બહુગુણાએ ધોષણા કરી છે કે રાહત અને બચાવની કામગીરીની દેખરેખ માટે એક યોગ્‍ય સંસ્‍થાની રચના કરવામાં આવશે.

English summary
Uttarakhand: Agency for Restructuring, one month free food to victims
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X