10 દિવસમાં ત્રીજા ભાજપી નેતાની હત્યા
બરેલી, 15 જૂનઃ લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ અને તેમાં સમાજવાદી પાર્ટીના કારમા પરાજય બાદ ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓની હત્યાઓ જાણે કે સામાન્ય વાત બની રહી છે. ભાજપન નેતાઓની હત્યા પર મુખ્યમંત્રી અખિલેશ યાદવ માત્ર કાર્યવાહી કરવાની વાતો જ કરી રહ્યાં છે, પરંતુ કાર્યવાહી થઇ રહી હોવાના કોઇ અણસાર જોવા મળી રહ્યાં નથી.

આ મામલે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યા અનુસાર ફતેહપુર સદર કોતવાલી ક્ષેત્રની આવાસ-વિકાસ કોલોનીમાં સાધ્વીને નિશાન બનાવીને તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી, પરંતુ તેમને લાગી નથી. આ પહેલા યુપીના ગ્રેટર નોએડા નજીક આવેલા દાદરી કસ્બામાં ભાજપના નેતા વિજય પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસ તેને અંગત અદાવત ગણાવી રહ્યાં છે. ત્યારબાદ મુઝફ્ફરનગર વિસ્તારમાં અજ્ઞાત હુમલાખોરોએ ભાજપ નેતા ઓમવીરની ગોળી મારીને હત્યા કરી દીધી. ભાજપ નેતા પોતાના ગામ નંગલા ખેડાથી મીરાપુર જઇ રહ્યાં હતા ત્યારે અજ્ઞાત હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કરી દીધું.












Click it and Unblock the Notifications
