For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેહરાદૂનમાં 115 વર્ષ જૂનો બ્રિટિશકાલીન બ્રિઝ પડ્યો, 2 લોકોની મૌત

ઉત્તરાખંડના દેહરાદૂનમાં પુલ પડી જવાને કારણે એક મોટી દુર્ઘટના થઇ છે, જેમાં 2 લોકોની મૌત થઇ છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડના દેહરાદૂનમાં પુલ પડી જવાને કારણે એક મોટી દુર્ઘટના થઇ છે, જેમાં 2 લોકોની મૌત થઇ છે. આ દુર્ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના દેહરાદૂન જિલ્લાના ગઢી કેન્ટ વિસ્તારમાં થઇ છે. સવારે સ્થાનીય લોકોએ પ્રશાશનને દુર્ઘટના વિશે જાણકારી આપી. ત્યારપછી સેના અને જવાનો ઘ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ફસાયેલા લોકોને 100 ફુટ ઊંડી નદીમાં ઉતરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા.

uttarakhand

હાલમાં ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને ઘણા લોકો ફસાયા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે લોખંડનો આ પુલ ઘણા વર્ષ જૂનો છે. બ્રિટિશ શાશનમાં લગભગ 115 વર્ષ પહેલા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દુર્ઘટના સમયે રેતીથી ભરેલું એક ડમ્પર પુલથી પસાર થઇ રહ્યું હતું પરંતુ બ્રિઝ વાહનના વજનને નહીં વેઠી શક્યું અને તૂટી ગયું.

આ દુર્ઘટના સમયે પુલ પરથી પસાર થઇ રહેલું એક વાહન અને બે મોટરસાઇકલ પણ તેની ઝપટમાં આવી ગયા. પોલીસ ઘ્વારા મળેલી જાણકારી અનુસાર 2 લોકોની મૌત થઇ ચુકી છે જયારે 3 લોકો ઘાયલ થયા છે. રાહત કામ ચાલુ છે અને સેનાના જવાનો નદીમાં શોધ અભિયાન પણ ચલાવી રહ્યા છે.

English summary
Uttarakhand bridge collapses in garhi cant in dehradun 2 dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X