For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ : સડેલા મૃતદેહો અને કાટમાળથી રોગચાળો ફેલાવાનો ભય

|
Google Oneindia Gujarati News

uttarakhand-disaster
દહેરાદૂન, 27 જૂન : પૂર હોનારતમાં તબાહ થઇ ગયેલા ઉત્તરાખંડમાં મૃતકોના અંતિમસંસ્કારની વિધિ શરૂ કરી દેવામાં આવી છે. આમ છતાં આટલા દિવસથી સડી રહેલા મૃતદેહો અને કાટમાળને કારણે કેદારનાથ વિસ્તારમાં ભારે રોગચાળો ફેલાવાનો ભય વધી ગયો છે.

એક તરફ ઉત્તરાખંડમાં ફસાયેલા લોકોને બહાર નીકાળીને સલામત સ્થળે પહોંચાડવાનું કામ અંતિમ તબક્કામાં છે. કેદારનાથના ધરાસુ, હર્ષિલ અને ગૌચર વિસ્તારમાં હવામાન સાફ થતા જ વાયુસેનાએ આ વિસ્તારોમાં રેસક્યૂ ઓપરેશન શરૂ કરી દીધા છે. આમ છતાં હજી અંદાજે ચાર હજાર લોકો ફસાયેલા હોવાનું અનુમાન છે.

આ તરફ ગૌચર પહોંચેલા વાયુસેનાપ્રમુખ એ.એન.કે બ્રાઉને સ્પષ્ટતા કરી છે કે કેદારઘાટીમાં ફસાયેલા યાત્રાળુઓને નિકાળી દેવાયા છે. જો કે, સેના અને અર્ધસૈનિક દળ મૃતદેહોને શોધવામાં લાગ્યું છે. બીજી બાજુ ચમોલીમાં બદ્રીનાથમાં ફસાયેલા યાત્રાળુઓને છ હેલિકોપ્ટર્સની મદદથી 50. યાત્રાળુઓને નિકાળવામાં આવ્યા છે. જ્યારે 780 લોકોને વૉકિંગ પાથ દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે.

English summary
Uttarakhand : Decomposing bodies and debris rise threat of epidemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X