For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ પૂરઃ 5 પુલ નષ્ટ, 13 ગામો સંપર્કવિહોણા, હવાઈ માર્ગથી મોકલાઈ રહ્યુ છે ભોજન

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી આવેલા પૂરના કારણે તપોવન જિલ્લાના લગભગ 13 ગામો સાથે સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી આવેલા પૂરના કારણે તપોવન જિલ્લાના લગભગ 13 ગામો સાથે સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. રવિવારે ગ્લેશિયર તૂટવાથી થયેલા વિનાશે વિસ્તારમાં સીમા માર્ગ સંગઠનના 5 પુલોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. આ ચાર નાના અને એક પુલના માધ્યમથી આ 13 ગામો સુધી પહોંચાતુ હતુ. અધિકારીઓએ જણાવ્યુ છે કે આ ગામોથી સડક માર્ગનો સંબંધ તૂટી ગયો છે અને હવાઈ માર્ગ દ્વારા લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યુ છે.

Uttarakhand

તપોવનમાં એક મહત્વપૂરણ સુરંગના દ્રષ્ય કીચડ અને કાટમાળમાં ઢંકાયેલા ઢાંચા દર્શાવે છે. આ દૂર્ઘટનામાં બે વિજળી પરિયોજનાઓ, એનટીપીસીની તપોવન વિષ્ણુગડ જળવિદ્યુત પરિયોજના અને ઋષિ ગંગા વિજળી પરિયોજનાને મોટાપાયે નુકશાન થયુ છે. દૂર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના માર્યા ગયાના સમાચાર છે જ્યારે 170 લોકો હજુ સુધી ગાયબ છે.

જે ગામ સુધી સંપર્ક નથી રહ્યો તેમાં ગહર, ભાનગુન, રેની પલ્લી, પાંગ લતા, સુરેથોટા, ટોલમા અને ફરગસુ શામેલ છે. ચમોલીના જિલ્લાધિકારી સ્વાતિ એસ ભદોરિયા અને પોલિસ પ્રમુખ પી યશવંત સિંહ ચૌહાણ ઘટના સ્થળે કેમ્પ કરી રહ્યા છે. સમાચાર મુજબ 17 ગ્રામસભા ક્ષેત્ર આ આફતથી પ્રભાવિત છે જેમાંથી 11માં લોકો રહી રહ્યા હતા જ્યારે બાકીના નિવાસી શરદીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તૂટવાથી ભયાનક પૂર આવ્યુ હતુ જેમાં ઘણા લોકો વહી ગયા હતા. આ દૂર્ઘટનાાં ઉત્તરાખંડના જાન-માલને ભારે નુકશાન થયુ છે.

બમણી ગતિએ પિગળી રહી છે હિમાલયની ગ્લેશિયરઃ રિસર્ચબમણી ગતિએ પિગળી રહી છે હિમાલયની ગ્લેશિયરઃ રિસર્ચ

English summary
Uttarakhand Flood: 5 bridges destroyed, contact with many villages broken, food is being served in villages by air.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X