For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ, જાણો અત્યાર સુધીની અપડેટ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં રવિવારે નંદાદેવી ગ્લેશિયર તૂટવાથી ધોળી ગંગા નદીમાં વિકરાળ પૂર આવ્યુ.

|
Google Oneindia Gujarati News

Uttarakhand Glacier burst (Chamoli Tragedy) update: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં રવિવારે નંદાદેવી ગ્લેશિયર તૂટવાથી ધોળી ગંગા નદીમાં વિકરાળ પૂર આવ્યુ. જેમાં મોટાપાયે વિનાશ થયો. ગ્લેશિયર ફાટવાની ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ ભારે નુકશાન થયુ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોતના સમાચાર છે. ભારત-તિબેટ સીમા પોલિસ(ITBP)ના એક પ્રવકતાએ કહ્યુ કે ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 150થી વધુ મજૂરોના મોતની શંકા છે. તેમણે જણાવ્યુ કે 8 શબ મળ્યા છે. વળી, રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રના જણાવ્યા મુજબ 170થી વધુ લોકોના ફસાયા હોવાની શંકા છે. વળી, 16 લોકોને એક સુરંગથી પણ બચાવવામાં આવ્યા છે.

જાણો અત્યાર સુધીની અપડેટ

જાણો અત્યાર સુધીની અપડેટ

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યુ છે કે રાષ્ટ્રીય તાપ વિદ્યુત નિગમની 900 મીટર લાંબી તપોવન સુરંગમાં બચાવ કાર્યના જળ સ્તરમાં વૃદ્ધિના કારણે રોકવુ પડ્યુ છે. જો કે રાતે થોડી વાર રોકાયા પછી સોમવારે સવારે આઈટીબીપી, ભારતીય સેના, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો કામે લાગી ગઈ છે.

વિજળી પરિયોજના સંપૂર્ણપણે વહી ગઈ

આઈટીબીપીએ કહ્યુ કે સુરંગ નં-1થી અમે 12 મજૂરોને બહાર કાઢ્યા છે. જો કે બાદમાં સુરંગમાંથી બહાર નીકળનાર લોકોની સંખ્યા વધીને 16 થઈ ગઈ. પરંતુ હજુ પણ તપોવનના હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગ નં-2માં 30થી 35 મૂજરો ફસાયા છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે સ્થિતિને નિયંત્રણમાં ગણાવીને કહ્યુ કે વિજળી પરિયોજના સંપૂર્ણપણે વહી ગઈ છે.

બચાવ કાર્ય માટે પહોંચી વાયુસેનાની ટીમો

બચાવ કાર્ય માટે ભારતીય વાયુસેનાની ટીમ એરલિફ્ટ કરીને લાવવામાં આવી છે. જોલીગ્રાંટ એરપોર્ટના ડાયરેક્ટર ડીકે ગૌતમે મીડિયાને માહિતી આપી છે કે ભારતીય વાયુસેનાના સી-130 જે સુપર હરક્યુલિસના બે ભારે પરિવહન વિમાન અને બે અન્ય વિમાન રવિવારે રાતે અહીં પહોંચ્યા છે. આ ઉપરાંત એમઆઈ-17ના ત્રણ અનેએક એએલએચ હેલીકૉપ્ટર પણ લાવવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાના હેલીકૉપ્ટરે પ્રભાવિત વિસ્તારોની રેકી કરી છે. જેમાં જોવા મળ્યુ કે તપોવન ડેમ સંપૂર્ણપણે વહી ગયો છે. આ ઉપરાંત મલારી વેલીના એન્ટ્રંસમાં બે બ્રીજ પણ વહી ગયા. જો કે જોશીમઠ અને તપોવન વચ્ચે મુખ્ય રસ્તો ઠીક છે. રાહત અને બચાવ કાર્યમાં ભારત-તિબેટ સીમા પોલિસ(ITBP), નેશનલ ડિઝાસ્ટર રિલીફ દળ(NDRF), રાજ્ય ડિઝાસ્ટર પ્રતિક્રિયા કોષ(SDRF), ભારતીય સેના લાગેલી છે.

ઉત્તરાખંડની સાથે આખો દેશ, બધા પ્રાર્થના કરી રહ્યા છેઃ પીએમ મોદીઉત્તરાખંડની સાથે આખો દેશ, બધા પ્રાર્થના કરી રહ્યા છેઃ પીએમ મોદી

English summary
Uttarakhand Glacier burst: 10 death 170 missing, Know all the update in Chamoli tragedy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X