For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડઃ IIT રૂડકીમાં કોરોના વાયરસ વિસ્ફોટ, 90 છાત્ર મળ્યા કોરોના સંક્રમિત

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી(આઈઆઈટી) રૂડકીના 90 છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

રૂડકીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબુ થતી દેખાઈ રહી છે. ઉત્તરાખંડમાં સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી(આઈઆઈટી) રૂડકીના 90 છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. ત્યારબાદ આઈઆઈટી રૂડકીની પાંચ હોસ્ટેલને સીલ કરી દેવામાં આવી છે અને ત્યાં કેમ્પસને કંટેનમેન્ટ ઝોન ઘોષિત કરી દેવામાં આવ્યુ છે. આ અંગેની સૂચના આઈઆઈટી રૂડકી મીડિયા સેલ પ્રભારી સોનિકા શ્રીવાસ્તવે આપી છે. સોનિકા શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે કેમ્પસની એક હોસ્ટેલને કોવિડ-19 કેર સેન્ટરમાં ફેરવી દેવામાં આવી છે. એ હોસ્ટેલમાં બધા સંક્રમિત છાત્રોને ખુદને આઈસોલેટ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

iit

સોનિકાએ વધુમાં જણાવ્યુ કે સૌથી પહેલા મંગળવારે 60 છાત્રોના રિપોર્ટ કોવિડ-19 પૉઝિટીવ આવ્યા હતા પછી બુધવારે વધુ 10 છાત્રો સંક્રમિત જોવા મળ્યા છે અને ગુરુવારે વધુ 10 છાત્રોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે.સ્થાનિક મીડિયા સાથે વાત કરીને સોનિકા શ્રીવાસ્તવે જણાવ્યુ કે, 'આઈઆઈટીમાં 90 છાત્રો કોરોના સંક્રમિત મળ્યા બાદ કેમ્પસની 5 હોસ્ટેલોને સીલ કરી દેવામાં આવી છે.' તેમણે જણાવ્યુ કે સંસ્થામાં લગભગ 3 હજાર છાત્રો છે જેમાંથી 1200 છાત્ર સીલ કરેલી 5 હોસ્ટેલમાં રહે છે.

ગંગા ભવન હોસ્ટેલને કોવિડ-19 કેર સેન્ટરમાં ફેરવવામાં આવી છે. જ્યાં 90 કોરોના સંક્રમિત છાત્રોનો ઈલાજ ચાલી રહ્યો છે. તેમને ત્યાં બધી મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે. વળી, સંસ્થાની એક અન્ય ગેસ્ટ હાઉસને ક્વૉરંટાઈન સેન્ટર બનાવી દેવામાં આવી છે. હરિદ્વારના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. એસકે ઝાની માનીએ તો કોરોના થયા બાદ લગભગ આઈઆઈટીના 2 હજાર છાત્રો અને કર્મચારીઓના આરટી-પીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 90 છાત્રો સંક્રમિત જોવા મળ્યા છે.

કોરોના વેક્સીન વિશે અદાર પૂનાવાલાનુ મોટુ નિવેદનકોરોના વેક્સીન વિશે અદાર પૂનાવાલાનુ મોટુ નિવેદન

English summary
Uttarakhand: IIT Roorkee 90 students have tested positive for COVID-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X