For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોબર્ટ વાઢેરાએ કરોડપતિ બનવા જમીન કાયદાનો ભંગ કર્યો

|
Google Oneindia Gujarati News

Robart vadra
હરિયાણા, 8 માર્ચ : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર આરોપો છે કે તેમણે જમીન કૌભાંડ આચરવા માટે જમીન કાયદાઓનો ભંગ કર્યો હતો. તેમણે કરોડપતિ બનવા માટે હરિયાણામાં કાયદાનું ઉલ્લંઘન કરીને જમીન ખરીદી હતી અને ઊંચા ભાવે વેચી હતી.

આ સમગ્ર કૌભાંડ અંગે હેડલાઇન્સ ટુડેના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં જણાવાયું છે કે હરિયાણાના ફરિદાબાદમાં આવેલા અમીપુર ગામમાં તેમને કૌભાંડ આચરવા માટેની તમામ સવલતો મળી ગઇ હતી. આ જ ગામમાં રોબર્ટ વાઢેરાએ જમીન વેચનાર હરબન્સ લાલ પહવા સાથે ચાર જમીનના સોદા પાર પાડ્યા હતા. આ ગામમાં વાઢેરાએ 46 એકર જમીન મેળવીને તેને એજ વેચાણકારને ઊંચા ભાવે વેચી હતી.

કાયદાની દ્રષ્ટિએ જોઇએ તો આ ખૂબ ઊંચું પ્રમાણ છે. હરિયાણા સિલિંગ ઓન લેન્ડ હોલ્ડિંગ્સ એક્ટ 1972 અનુસાર કોઇ પણ વ્યક્તિ કે તેનું કુટુંબ એક જગ્યાએ મહત્તમ 26.9 એકર કૃષિ લાયક જમીન મેળવી શકે છે. તેનાથી વધારે જમીન મેળવવી કાયદાનું ઉલ્લંઘન છે.

રિપોર્ટ અનુસાર વાઢેરાએ 8 સપ્ટેમ્બર, 2005ના રોજ પાહવા પાસેથી 32 લાખના ખર્ચે 12 એકર જમીન ખરીદી હતી. ત્યાર બાદ 14 એપ્રિલ, 2006ના રોજ વાઢેરાએ તે જ જમીન દલાલ પાસેથી 10 એકર જમીન 30 લાખ રૂપિયામાં ખરીદી હતી. 30 જાન્યુઆરી, 2006ના રોજ 54 લાખ રૂપિયાના ખર્ચે વાઢેરાએ બીજી 19 એકર જમીન ખરીદી હતી. ત્યાર બાદ 28 એપ્રિલ, 2006ના રોજ વાઢેરાના પત્ની પ્રિયંકા ગાંધીએ પહવા પાસેથી 5 એકર જમીન 15 લાક રૂપિયામાં ખરીદી હતી. આ ખરીદીના પાંચ વર્ષથી ઓછા સમયગાળામાં તેમણે એ જ જમીન દલાલને બમણી કિંમતે તમામ 46 એકર જમીન વેચી હતી.
અહેવાલમાં જણાવ્યા અનુસાર પહવા ગાંધી કુટુંબના જમાઇના બિઝનેસમાં પણ સંબંધ ધરાવે છે. વાઢેરાની કંપનીના સ્ટેટમેન્ટ્સમાં પાહવાને એક કરોડ 55 લાખ રૂપિયા ચૂકવાયા હોવાની વિગતો મળી છે. પાહવાની કંપની કાર્નિવલ ઇન્ટરકોન્ટિનેન્ટલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વાઢેરાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીને 1 કરોડ 55 લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ ઉપરાંત પાહવા વાઢેરાની કંપની રિયલ અર્થમાં 18 ફેબ્રુઆરી, 2008થી 23 માર્ચ, 2009 સુધી માં ડાયરેક્ટરશિપ પણ ધરાવતા હતા.

English summary
Congress president Sonia Gandhi’s son in law Robart Vadra flouts land laws to become crorepati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X