વંદે ભારત મિશનઃ UAEથી 363 ભારતીયોને લઈ આવ્યું એર ઈન્ડિયાનું વિમાન

વંદે ભારત મિશનઃ UAEથી 363 ભારતીયોને લઈ આવ્યું એર ઈન્ડિયાનું વિમાન

નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે વિદેશમાં ફસાયેલ ભારતીયોને નીકાળવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. ભારત સરકારે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશોમાં ફસાયેલા નાગરીકોને કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. ગુરુવારે મોડી રાતે સંયુક્ત અરબ અમીરાતથી 363 ભારતીયોને દેશ લાવવામાં આવ્યા તેમને કોચ્ચિ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા. બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સથી ભારતના 363 પ્રવાસી નાગરિક કેરળ પહોંચ્યા.

air india

દુબઈથી 363 ભારતીય નાગરિકોને લઈ આવી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી. જ્યારે બીજી ફ્લાઈટ કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવી. આ ફ્લાઈટમાં 177 યાત્રી સવાર હતા, જેમને ઉતર્યા બાદ સ્ક્રીનિંગ માટે મોકલી અપાયા. તમામે 14 દિવસ માટે ક્વારંટાઈન રહેવું પડશે. જેમાંથી 5 લોકોને આઈસોલેશન માટે લઈ જવામાં આવ્યા છે. આ લોકોમાં કોરોના વાયરસના અમુક લક્ષણો દેખાયા છે, જે બાદ તેમને આઈસોલેશન વોર્ડમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે બાકી લોકોને સ્ક્રીનિંગ બાદ પોતપોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા છે. 49 મહિલાઓ અને બાળકોને કારની મદદથી પોતાના ઘરે મોકલવામમાં આવ્યા છે. આ બધા લોકો 14 દિવસ માટે હોમ ક્વારંટાઈન છે.

જણાવી દઈએ કે ભારત સરકાર તરફથી હજી બીજા દેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે આવી જ ફ્લાઈટનો ઈંતેજામ કરી રહી છે. જે અંતર્ગત મોડી રાતે યૂએઈથી નાગરિકોને લાવવામાં આવ્યા છે. કોચિન એરપોર્ટ પર 181 ભારતીય નાગરિકક ઉતર્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ વંદે માતરમ મિશન અંતર્ગત એર ઈન્ડિયાની પહેલી ફ્લાઈટ કોચિન એરપોર્ટ પહોંચી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X