વારાણસીમાં મોદી Vs અન્સારી એટલે કે હિન્દુ Vs મુસ્લિમ

Google Oneindia Gujarati News

વારાણસી, 27 માર્ચઃ પૂર્વાચલના બાહુબલી વિધાયક મુખ્તાર અંસારીએ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી બ્યુગલ ફૂંકી દીધું છે. અંસારી કોમી એકતા દળની ટિકિટ પર ચૂંટણી લડશે. અંસારીને વિશ્વાસ છે કે વારાણસીની જનતા તેમને બહુમતી સાથે વિજયી બનાવશે. આ જાહેરાતથી સ્પષ્ટ થઇ ગયું છે કે, આ વખતે વારાણસીની ચૂંટણી હિન્દુ Vs મુસલમાન થઇ ગઇ છે. જો કે અમે તમને જણાવી દઇએ કે આ ધર્મયુદ્ધમાં સૌથી મોટી ભૂમિકા અદા કરશે અરવિંદ કેજરીવાલ.

mukhtar-ansari-vs-narendra-modi
સૌથી પહેલા અમે તમને જણાવવા માગીએ છીએ કે વારાણસીની જનતામાં 80 ટકા હિન્દુ છે, 18 ટકા મુસલમાન, 0.2 ટકા ખ્રિસ્તી, 1.4 ટકા જૈન અને 0.4 ટકા અન્ય ધર્મના લોકો છે. આ આંકડાઓને નિહાળ્યા બાદ તમે એ ના વિચારતા કે તમામે તમામ 80 ટકા હિન્દુઓના મત મોદીના ખાતામાં જશે, કારણ કે કાશીના હિન્દુઓનો એક મોટો વર્ગ, એવો પણ છે જે આમ આદમી પાર્ટીનો સમર્થક છે અને એ મત કેજરીવાલના ખાતામાં જશે.

નરેન્દ્ર મોદીએ શા માટે ડરવું જોઇએ મુખ્તાર અંસારીથી

વારાણસીના મુસલમાનોની સ્થિતિ એવી છે કે ઉત્તર પ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટીએ તેમની સાથે ઘણું છળકપટ કર્યું છે અને મુઝફ્ફરનગર રમખાણોના દાગ સપાના દામન પર લાગી ગયા છે. ભાજપને મત આપશે નહીં કારણ કે તેમના મનમાં નરેન્દ્ર મોદીની મુસ્લિમોના દુશ્મન તરીકેની છાપ બનેલી છે. કોંગ્રેસને મત એટલા માટે નહીં આપે કારણ કે ગત 10 વર્ષમાં ઘણા રડાવ્યા છે. મુખ્તાર અંસારીની વાત કરવામાં આવે તો કાશીના મુસલમાનો સારી રીતે સમજી ચૂક્યા છે કે ગુનેગારોને મત આપવાથી કંઇ હાસલ નહીં થાય. હવે બચે છે આમ આદમી પાર્ટી અને વારાણસી જ્યાં કેજરીવાલ પોતે ઉભા છે, ત્યારે તેમને મત મળે એ સ્વાભાવિક છે.

અંસારીનો ગત ચૂંટણી રેકોર્ડ

2009માં સંસદીય ચૂંટણીમાં મુખ્તાર અંસારીએ કાશીમાં મુરલી મનોહર જોશીને મજબૂત ટક્કર આપી હતી. જો કે, તેઓ હારી ગયા હતા, પરંતુ મતોનું અંતર માત્ર 17,087 જ હતું.

અંસારીનો ક્રિમિનલ રેકોર્ડ

મુખ્તાર અંસારી પર સૌથી મોટો કેસ ભાજપ નેતા કૃષ્ણાચંદ રાયની હત્યાનો ચાલી રહ્યો છે. અંસારી અને તેમના સાગરીતોએ 2005માં કૃષ્ણાનંદ રાયના કાફિલા પર હુમલો કર્યો હતો, જેમાં રાય સહિત સાત લોકો માર્યા ગયા હતા. અંસારી પર ચાલી રહેલા કેસોની સંખ્યા 15ની છે, જેમાં ચાર હત્યાઓ, 4 હત્યાનો પ્રયાસ, 5 ગુનિહાત ષડયંત્ર રચવું, 3 કેસ રમખાણ ભડકાવવાના, 3 કેસમાં પ્રતિબંધિત હથિયારો સાથે રમખાણ ભડકાવવાની ઘટના સામેલ છે.

English summary
Quami Ekta Dal leader Mukhtar Ansari has announced his candidature against BJP's Narendra Modi, means Hindu Vs Muslim fight in Varanasi this Lok Sabha Election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X