બોલીવૂડ અભિનેત્રી જીન્નત અમાર સાથે થઇ છેડછાડ, નોંધાયો કેસ

Written By:
Subscribe to Oneindia News

જૂના સમયની હોટ અભિનેત્રી ગણાતી જીન્નત અમાને સરફરાજ ઉર્ફ અમન ખન્ના નામના યુવક પર દુર્વ્યવહાર અને ધમકાવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં જીન્નતે મુંબઇની જૂહુ પોલીસ સ્ટેશનમાં સરફરાજ વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરાવી છે. નોંધનીય છે કે સરફરાજ ઉર્ફ અમર ખન્ના ફિલ્મ મેકર હતો પણ હવે તે રિયલ એસ્ટેટનો વેપાર કરે છે. બોલીવૂડની આ અભિનેત્રીનો આરોપ છે કે સરફરાજે તેના ઘર પરિસરમાં આવીને સિક્યોરીટી ગાર્ડ સાથે દૂરવ્યવહાર કર્યો અને મારપીટ કરી. અને જ્યારે જન્નતે તેનો વિરોધ કર્યો તો તેને પણ ધમકી આપી. આ ધમકી પછી તે પાછલા કેટલાક દિવસોથી અભિનેત્રીને વોટ્સઅપ પર અશ્લીલ મેસેજ મોકલી રહ્યો છે.

Zeenat Aman

જીન્નતની ફરિયાદ પર સરફરાજ વિરુદ્ધ પોલીસે 354, 509 આઇટી એક્ટ અને અન્ય કલમ હેઠળ મામલો દાખલ કર્યો છે. હાલ સરફરાજ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. નોંધનીય છે કે ફિલ્મી કેરિયરમાં સારું એવું નામ કમાનાર જીન્નતે હંમેશા પર્સનલ લાઇફમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. બોલ્ડ અભિનેત્રીની ઇમેજ ધરાવનાર જીન્નતે 1985માં અભિનેતા મજહર ખાન સાથે ચૂપચાપ લગ્ન કરી દીધા હતા. પણ મજહરને ડ્રગ્સની લત હતી અને તેના કારણે તેમણે જીન્નત સાથે મારપીટ પણ કરી હતી. લગ્નથી જન્નતને બે પુત્રો છે. 1998માં મજહરનું કેન્સરથી મોત થયું હતું. પણ મરતા દમ સુધી જીન્નતે તેના પતિનો સાથ છોડ્યો નહતો. અને તેને સમર્પિત રહી હતી. એક સમયે મિસ એશિયા રહી ચૂકેલી જીન્નત બોલીવૂડની સફળ અભિનેત્રીઓમાંથી એક છે.

English summary
Veteran actor Zeenat Aman files a complaint of stalking and criminal intimidation against a businessman in Mumbai. Police begin investigation,the businessman is absconding.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.