For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીઢ અર્થશાસ્ત્રી હાર્ટ એટેકથી અવસાન, જાણો કોણ છે અભિજિત સેન?

જાણીતા અર્થશાસ્ત્રી અભિજિત સેનનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. અભિજીત સેનનું સોમવારે રાત્રે 72 વર્ષની વયે અવસાન થયું હતું. અભિજિત આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય હતા અને ગ્રામીણ ભારતની અર્થવ્યવસ્થાના નિષ્ણાંત ગણાતા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઓગસ્ટ : જાણીતા અર્થશાસ્ત્રી અભિજિત સેનનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. અભિજીત સેનનું સોમવારે રાત્રે 72 વર્ષની વયે અવસાન થયું હતું. અભિજિત આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય હતા અને ગ્રામીણ ભારતની અર્થવ્યવસ્થાના નિષ્ણાંત ગણાતા હતા. ( who is abhijit sen ? )

ભાઈ પ્રણવ સેને મૃત્યુની જાણ કરી

ભાઈ પ્રણવ સેને મૃત્યુની જાણ કરી

અભિજીત સેનના ભાઈ પ્રણવ સેને તેમના મૃત્યુની જાણકારી આપી હતી. પ્રણવ સેને જણાવ્યું કે, ગઈ કાલે રાત્રે 11 વાગ્યે અભિજિત સેનને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં અભિજિતનું નિધન થઈ ચૂક્યું હતું.

કમિશન ઓફ એગ્રિકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસના અધ્યક્ષ હતા અભિજિત સેન

કમિશન ઓફ એગ્રિકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસના અધ્યક્ષ હતા અભિજિત સેન

અભિજિત સેન નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવતા હતા. આ સિવાય તેમણે વિવિધ સરકારોમાં મહત્વનીભૂમિકાઓ ભજવી હતી.તેઓ કૃષિ ખર્ચ અને કિંમતો પરના કમિશનના અધ્યક્ષ પણ હતા.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળદરમિયાન અભિજિત સેન 2004 થી 2014 સુધી આયોજન પંચના સભ્ય પણ હતા. આ ઉપરાંત સેન દ્વારા જાહેર વિતરણ પ્રણાલી(PDS)ની પણ ભલામણ કરવામાં આવી હતી. તેમણે ગ્રામીણ અર્થતંત્રને વધારવામાં વિશેષ યોગદાન આપ્યું હતું.

કોણ છે અભિજીત સેન ?

કોણ છે અભિજીત સેન ?

( who is abhijit sen ? )

અભિજીત સેનનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો. તેમનો પરિવાર બંગાળી પરિવાર હતો. અભિજીત સેને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રની ઓનર્સની ડિગ્રી મેળવી હતી અને બાદમાં સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કરવા ગયા હતા.

1981માં અભિજીત સેને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું, તેઓ ટ્રિનિટી હોલના સભ્ય પણ હતા. અભિજીત સેને 1997માં ન્યૂનતમ ટેકા (MSP)ના ભાવની ભલામણ કરી હતી.

English summary
veteran economist Abhijit Sen dies of heart attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X