For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરખો પહેરીને મહિલાઓને છેડી રહ્યો હતો વીએચપી નેતા, થઇ ધુલાઈ

|
Google Oneindia Gujarati News

અલાહાબાદના મૌઉમાઇ વિસ્તારમાં મજલિસ દરમિયાન એક વિવાદ ઉભો થઇ ગયો. જિલ્લા પંચાયત સદસ્યના પતિ વિહિપ નેતા અભિષેક યાદવ અને તેના કર્મચારી આતીફ અન્સારીને લોકોએ દોડાવી દોડાવીને માર્યો.

ખરેખરમાં અભિષેક યાદવ મજલિસમાં હાજર મહિલાઓ વચ્ચે બુરખો પહેરીને ઘુસી ગયો અને છેડછાડ કરવા લાગ્યો. અભિષેક યાદવ અને તેના કર્મચારી આતીફ અન્સારીને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જયારે અભિષેકનો આરોપ છે કે તેને રસ્તામાં રોકીને તેના પર હુમલો કરવામાં આવ્યો છે. ટાઈમ ઓફ ઇન્ડિયાની ખબર અનુસાર અભિષેકની પત્ની શિપ્રા યાદવ આ વખતે જિલ્લા પંચાયતની સદસ્ય ચૂંટાઈ છે. અભિષેક વિશ્વ હિન્દૂ પરિસદ સાથે જોડાયેલો છે. તે જગ્યા પર અભિષેકની ગારમેન્ટની એક દુકાન પણ છે.

allahabad

અભિષેક પર આરોપ છે કે મજલિસમાં હાજર મહિલાઓ વચ્ચે બુરખો પહેરીને બેઠો હતો અને તેમની સાથે છેડછાડ કરી રહ્યો હતો. મહિલાઓ ઘ્વારા છેડછાડનો વિરોધ કરવા પર જયારે અભિષેક ત્યાંથી ભાગ્યો ત્યારે બુટ અને જીન્સ જોઈને લોકોને તેના પર શંકા ગયી. લોકોએ દોડીને તેને પકડ્યો અને તેનો બુરખો ખેંચી લીધો.

મજલિસમાં હાજર લોકોએ અભિષેકની ખુબ જ પીટાઈ કરી. અભિષેકનો કર્મચારી આતીફ અન્સારી બાઈક લઈને બહાર ઉભેલો દેખાયો તો તેની પણ પીટાઈ કરી દેવામાં આવી.

English summary
Abhishek Yadav, said to be an office-bearer of VHP, was caught clad in a burqa and harassing woman at a milaad programme organised to commemorate Muharram in the trans-Ganga area of Mauaima, Allahabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X