For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય નૌકાદળના નવા વડા તરીકે વાઈસ એડમિરલ હરિ કુમારની નિમણૂક

ભારતીય નૌકાદળની કમાન વાઈસ એડમિરલ હરિ કુમારને સોંપવામાં આવી છે. તેમણે મંગળવારના રોજ ભારતીય નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હરિ કુમારે એડમિરલ કરમબીર સિંહના સ્થાને કાર્યભાર સંભાળ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય નૌકાદળની કમાન વાઈસ એડમિરલ હરિ કુમારને સોંપવામાં આવી છે. તેમણે મંગળવારના રોજ ભારતીય નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હરિ કુમારે એડમિરલ કરમબીર સિંહના સ્થાને કાર્યભાર સંભાળ્યો છે, જેઓ નિવૃત્ત થઈ ગયા છે.

નેવી ચીફ એડમિરલ હરિ કુમારને સાઉથ બ્લોકના લૉન પર ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ હરિ કુમારે તેમના ચરણ સ્પર્શ કર્યા અને માતાના આશીર્વાદ લીધા હતા. આ ક્ષણનો વીડિયો લોકોના હર્દયને સ્પર્શી ગયો છે.

પદ સંભાળ્યા બાદ હરિ કુમારે શું કહ્યું?

પદ સંભાળ્યા બાદ હરિ કુમારે શું કહ્યું?

આ નવી જવાબદારી સંભાળ્યા બાદ એડમિરલ હરિ કુમારે કહ્યું કે, ભારતીય નૌકાદળના વડા તરીકે આ પદ સંભાળવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે, હું મારાકાર્યકાળ દરમિયાન દરિયાઈ સીમાઓ પરના પડકારોનો સામનો કરીશ, અમારું ધ્યાન આપણા રાષ્ટ્રીય દરિયાઈ હિતો અને પડકારો પર રહેશે.

દેશના નવા નેવી ચીફ એડમિરલ હરિ કુમાર વિશે જાણો છો?

ઉલ્લેખનીય છે કે, નેવી ચીફની જવાબદારી મળતા પહેલા હરિ કુમાર વેસ્ટર્ન નેવીમાં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ (FOC in C) હતા.

તેઓ INSવિક્રમાદિત્યની ઓવરસીઝ કમિટીના વડા હતા અને ગોવામાં નેવલ વોર કોલેજના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ફ્લેગ ઓફિસર હતા.

હરિ કુમારે મુંબઈમાંઅધિકારીઓ અને ખલાસીઓ માટે હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

12 એપ્રિલ, 1962ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ આર હરિ કુમારે ડિસેમ્બર 1981માં નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી સ્નાતક થયા. હરિ કુમાર 1 જાન્યુઆરી, 1983ના રોજનેવીમાં જોડાયા હતા.

લગભગ 39 વર્ષની તેમની કારકિર્દીમાં તેમણે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂંકો સંભાળી છે.

હરિ કુમારનો અભ્યાસ અને તેમને મળેલા સન્માન

હરિ કુમારનો અભ્યાસ અને તેમને મળેલા સન્માન

વાઇસ એડમિરલ હરિ કુમારના મેરીટાઇમ કમાન્ડમાં કોસ્ટ ગાર્ડ શિપ C 01, INS નિશંક, મિસાઇલ કોર્વેટ, INS કોરા અને ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INSરણવીરનો સમાવેશ થાય છે.

તેમણે એરક્રાફ્ટ કેરિયર INS વિરાટની કમાન પણ સંભાળી છે. આ ઉપરાંત તેમણે વેસ્ટર્ન ફ્લીટના ફ્લીટ ઓપરેશન્સ ઓફિસર તરીકે પણસેવા આપી હતી.

વાઈસ એડમિરલ આર હરિ કુમારે યુએસની નેવલ વોર કોલેજ, મધ્યપ્રદેશની આર્મી વોર કોલેજ અને યુકેની રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાંથી અભ્યાસક્રમો કર્યા છે.

વાઇસ એડમિરલ આર હરિ કુમારને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

English summary
Vice Admiral Hari Kumar appointed as the new Chief of Indian Navy, serving the country for 39 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X