ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે થયું 98.21 % વોટિંગ

Posted By:
Subscribe to Oneindia News

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે દિલ્હી ખાતે આજે 98.21 ટકા મતદાન થયું. 785માંથી કુલ 771 સભ્યોએ વોટિંગ કર્યું. એટલું જ નહીં વોટિંગ કરવા માટે બોલીવૂડ અભિનેત્રી રેખા અને ક્રિકેટર સચિન તેંડુલકર પણ સંસદ ભવન પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએ તરફથી વેંકૈયા નાયડૂ અને વિપક્ષ તરફથી ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ ચૂંટણી માટે પહેલું મતદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તે પછી મોટી સંખ્યામાં સાંસદોએ હાજર રહીને મતદાન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે આજે જ આ ચૂંટણીના પરિણામ પણ જાહેર થઇ જશે. 

Rekha

5 વાગ્યા પછી મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અને હાલ મતદાનની ગણતરી ચાલી રહી છે. લગભગ 7 વાગ્યાની આસપાસ ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોની જીત થઇ છે તે અંગે પણ જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ એનડીએના ઉમેદવાર વેંકૈયા નાયડૂની જીતને લગભગ નિશ્ચિત જ માનવામાં આવે છે. દક્ષિણની મોટા ભાગની પાર્ટીઓએ વેંકૈયાને પોતાનું સમર્થન આપ્યું છે. સાથે જ એનડીએના વોટ પણ વેંકૈયાને મળવાથી તેમની જીતની સંભાવના વધી જાય છે.

English summary
Voting for Vice Presidential Election ends. Total 771 out of 785 votes polled, 98.21% poll percentage recorded.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.