For Quick Alerts
For Daily Alerts
66માં ગણતંત્ર દિવસની થઇ ઊમંગભેર ઉજવણી, જુઓ વીડિયોમાં
નવી દિલ્હી, 26 જાન્યુઆરી: ભારત આજે 66મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. ભારતના આ ઐતિહાસિક અવસર પર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ખાસ મહેમાન બનીને આવ્યા છે. રાજપથ પર ભારત પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સામે ભારતની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે ઓબામા ભારતની સાંસ્કૃતિક વિરાસતથી પણ રૂબરૂ થઇ રહ્યા છે.
પહેલીવાર સૌથી મોટા લોકતંત્રના સૌથી મોટા સમારંભના સાક્ષી દુનિયાના સૌથી જૂના લોકતંત્રના પ્રમુખ બન્યા છે. આ વખતે ગણતંત્ર દિવસનો આ તહેવાર અડધી વસ્તીની શક્તિનું સાક્ષી પણ બન્યું. દેશની દિકરીઓની સામે હિન્દુસ્તાનના ગૌરવની ઝાંકી રજૂ કરી હતી.ગણતંત્ર દિવસ પરેટમાં પહેલીવાર થલસેના, વાયુસેના અને નૌકાદળના પારંપરિક પુરુષ દળોની સાથે મહિલાઓની અલગ ટુકડિયો પણ દેખાઇ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ટ્વિટર કરીને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી. વડાપ્રધાન મોદીની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ દેશને શુભેચ્છાઓ આપી છે.
66માં ગણતંત્ર દિવસની થઇ ઊમંગભેર ઉજવણી, જુઓ વીડિયોમાં