Video: ઘરની સામેથી જ છોકરીનું અપહરણ, રેપ ની કોસિસ
સાયબર સીટી બેંગ્લોર માં ઘરની સામેથી જ એક છોકરીનું અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં તેની સાથે બળાત્કાર ની કોસિસ પણ કરવામાં આવી. આરોપીએ મણિપુર ની રહેવાસી પીડિતા ને તેના ઘરની સામેથી ઉઠાવી લિધી. અપહરણનો આખો મામલો રસ્તાની સામે લાગેલા સીસી ટીવી ફૂટેજ માં સામે આવ્યો છે.
વીડિયો માં સાફ સાફ જોવા મળે છે કે છોકરી કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે જ પાછળ થી આરોપી એ આવી ને છોકરી ને પકડી લિધી અને ત્યારબાદ તેને લઈને ને ત્યાંથી ભાગી છુટ્યો.

પોલીસને આપેલા નિવેદનમાં પીડિતા એ જણાવ્યું કે આરોપી તેને રસ્તાની બીજી બાજુ બની રહેલી બિલ્ડીંગમાં લઇ ગયો અને તેની સાથે ગેરવર્તણુક કરી. છોકરીએ પોતાની જાતને બચાવવાની કોસિસ કરી ત્યારે તેનું મોઢું બંધ કરી દેવામાં આવ્યું અને તેને ખુબ માર મારવામાં આવ્યો.
પોલીસ ને આપેલા નિવેદનમાં પીડિતા એ જણાવ્યું કે બદમાસો એ તેને એટલી બધી મારી કે તે બેભાન થઇ ગઈ અને તેઓ તેને બેભાન હાલતમાં છોડી ને ભાગી ગયા. પીડિતાના મત મુજબ આરોપી તેનો બળાત્કાર કરવા માંગતો હતો. પરંતુ આરોપી બળાત્કાર કરવામાં સફળ ના થયા. પોલીસ હાલ તે આરોપીને શોધવામાં લાગી ગઈ છે તો જુઓ અપહરણ નો આ વીડિયો...












Click it and Unblock the Notifications
