For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: પૂર વિસ્તારની મુલાકાત લેવા ગયેલા બીજેપી સાંસદ નદીમાં પડ્યા

પટનાના ઘણા વિસ્તારો આ સમયે ભારે વરસાદ બાદ જળમગ્ન છે. આ દરમિયાન, બુધવારે સાંજે, પાટલિપુત્રના સાંસદ રામકૃપાલ યાદવ પૂર પીડિતોને મળવા ગયા હતા.

|
Google Oneindia Gujarati News

પટનાના ઘણા વિસ્તારો આ સમયે ભારે વરસાદ બાદ જળમગ્ન છે. આ દરમિયાન, બુધવારે સાંજે, પાટલિપુત્રના સાંસદ રામકૃપાલ યાદવ પૂર પીડિતોને મળવા ગયા હતા. રામકૃપાલ યાદવ ધનરૂઆમાં ચકિયાપર અને રમનીબીગહા વચ્ચે દરધા નદી પર તૂટેલા તટબંધની મુલાકાત લેવા ગયા હતા. ત્યારબાદ કેટલાક સમર્થકોએ તેમને ટાયરથી બનેલી નાની બોટમાં ચાલવાની જીદ કરી. પહેલા રામકૃપાલ યાદવે જવાની ના પાડી, પરંતુ સમર્થક ન માન્યા. સમર્થકોની જીદને લીધે તે ટાયરથી બનેલી નાની બોટમાં સવાર થયા.

video viral

તેમની સાથે કેટલાક સ્થાનિક લોકો પણ હતા. બોટ પર લોકોના સમૂહ સાથે ઉભા રહેલા રામકૃપાલ યાદવનું અચાનક સંતુલન બગડ્યું, જેના કારણે બોટ ડગમગવા લાગી. બોટમાં તેમની સાથે ઉભા રહેલા છ-સાત લોકોનું પણ બોટના ડગમગવાને કારણે સંતુલન બગાડવા લાગ્યું અને એકબીજાનો સહારો લેવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયાસમાં, બોટનું સંતુલન સંપૂર્ણ રીતે બગડ્યું અને સાંસદ રામકૃપાલ યાદવ તેમની સાથે ઉભા રહેલા અન્ય લોકોની સાથે પાણીમાં પડ્યા.

રામકૃપાલ યાદવ પડતાંની સાથે જ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. તેમાંથી કેટલાક લોકોએ તાત્કાલિક પાણીમાં કૂદીને પૂર્વ કેન્દ્રીય મંત્રી યાદવ અને અન્ય લોકોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં રામકૃપાલ યાદવ અને અન્યને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેના માટે તમામને સારવાર માટે પટણા મોકલી દેવામાં આવ્યા હતા.

પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી રામકૃપાલ યાદવે કહ્યું કે પૂરને કારણે ધનરુઆ અને પુનપુન પાણીમાં જળમગ્ન અને ત્યાં હાહાકાર મચ્યો છે. પરંતુ તેની ચિંતા ન તો સરકારને છે અને ન તો વહીવટને. રામકૃપાલે જણાવ્યું હતું કે પૂરના ત્રાસને કારણે વિસ્તારના લોકોની પરિસ્થિતિ નરક બની ગઈ છે, પરંતુ અસરગ્રસ્ત લોકોમાં રાહત તો દૂર એક બોટની વ્યવસ્થા પણ કરી નથી અને આખું સરકારી તંત્ર પટનાના રાજેન્દ્રનગરમાં લાગેલું છે.

આ પણ વાંચો: 25 વર્ષનું સૌથી વિકરાર ચોમાસુ, ભારે વરસાદથી 148 લોકોની મૌત

English summary
VIDEO: BJP MPs visiting flood area fall into river
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X