For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Chacker: એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળવાના અહવાલ બાદ બ્રિટનમાં જશ્ન, જાણો હકીકત

Fact Chacker: એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળવાના અહવાલ બાદ બ્રિટનમાં જશ્ન, જાણો હકીકત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એક્ઝિટ પોલ 2019માં ફરી કવાર કેન્દ્રની સત્તામાં મોદી સરકારની વાપસીના અહવાલન પગલે ભાજપના કાર્યકર્તાઓમાં ભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન સોશિયલ મીડિયા પર ભાજપના કથિત સમર્થક એક વીડિયો શર કરી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિટેનમાં એક્ઝિટ પોલના રિઝલ્ટ જોયા બાદ લોકો જશ્ન મનાવી રહ્યા છે. જ્યારે કેટલાક અન્ય લોકો વીડિયોને અમેરિકાના શર બજાર સંબંધિત હોવાનો દાવો કરી રહ્યા છે. તો આવી અહીં આપણે જાણીએ કે આ વીડિયોની સચ્ચાઈ શું છે...

ઈંગ્લેન્ડના ફુટબોલ પ્રશંસકોનો છે આ વીડિયો

ઈંગ્લેન્ડના ફુટબોલ પ્રશંસકોનો છે આ વીડિયો

આ વીડિયોની જ્યારે વન ઈન્ડિયાની ફેક્ટ ચેક ટીમે તપાસ કરી તો માલુમ પડ્યું કે આ ખોટો વીડિયો છે. આ એક એડિટેડ વીડિયો છે. જેને માત્ર એક મનોરંજન માટે કોઈ ફોટોશોપ કલાકારે જાવીને શેર કર્યો હતો. આ વીડિયો હકીકતમાં ફુટબોલ પ્રશંસકોનો છે જેઓ 2016માં એશ્ટન ગેટ સ્ટેડિયમમાં એક વિશાળ સ્ક્રીન પર દેખાડવામાં આવેલ ફુટબોલ મેચ દરમિયાન જશ્ન મનાવી રહ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, અસલ વીડિયોની સાથે છેડતી કરી તેને સોશિયલ મીડિયા પર ખોટી જાણકારી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

આ ભારતીય છે, લંડનમાં એક્ઝિટ પોલ 2019 જોનાર ભાપના સમર્થનક નથી

એક ફેસબુક યૂઝરે આ વીડિયોને પોતાની ફેસબુક વોલ પર શેર કરતા લખ્યું કે, આ ભાતીય છે, લંડનમાં એક્ઝિટ પોલ 2019 જોનાર ભાજપના સમર્થનક નથી. તેમનો આ ઉત્સાહ બહુ પ્રીય છે અન તેનો આ ભારત માટે પ્રેમ છે. ફેસબુક અને ટ્વીટરની સાથે વોટ્સએપ પર પણ એમ કહીને પણ આ વીડિયોને શેર કરવામા આવી રહ્યો હતો કે ભારતીય એક્ઝિટ પોલના પરિણામ સામે આવ્યા બાદ અમેરિકન શેર બજારની પ્રતિક્રિયા છે.

ફોટોશૉપ આર્ટિસ્ટ કૃષ્ણાએ વીડિયો શેર કર્યો

15 સેકંડની આ વીડિયો ક્લિપમાં ઈન્ડિયા ટૂડેના ન્યૂજ એંકર રાજદીપ રદેસાઈ ઈન્ડિયા ટુડ એક્સિસ માઈ ઈન્ડિયા એક્ઝિટ પોલના આંકડા રજૂ કરી રહ્યા છે. જ્યારે આ વીડિયોને જોયા બાદ લોકો ચિયરિંગ કરી રહ્યા છે. આ વીડિયોને કૃષ્ણાએ બનાવ્યો છે. ફોટોોપ આર્ટિસ્ટ કૃષ્ણા સોશિયલ મીડિયા પર પોતાની ફોટોશૉપ ક્રિએટિવિટી માટે બહુ ફેમસ છે. તેમણે મજાક તરીકે આવા વીડિયો શેર કરતો રહે છે. કૃષ્ણાએ 19મેના રોજ આ વીડિયો ટ્વીટર પર ભાજપના સમર્થનક એક્ઝિટ પોલ 2019 જોઈ રહ્યા છેના કેપ્શન સાથે આ વીડિયો શેર કર્યો હતો.

ભાજપ અમારા ધારાસભ્યોને 50 કરોડ ઓફર કરી રહી છેઃ કોંગ્રેસભાજપ અમારા ધારાસભ્યોને 50 કરોડ ઓફર કરી રહી છેઃ કોંગ્રેસ

English summary
video claiming people in UK are cheering after watching the exit poll results 2019 fact check
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X