For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Viral Video :દર્દીનો પગ કાપી તેના જ માથા નીચે તકિયાની જેમ મૂક્યો

ઝાંસીની મેડિકલ કોલેજમાં ઇજાગ્રસ્ત દર્દીનો પગ કાપી તે પગ તેના માથા નીચે તકિયાની જેમ મૂક્યો હતો. જો કે આનો વીડિયો વાયરલ થતા માનવઅધિકાર આયોગે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ મોકલાવ્યું છે.

|
Google Oneindia Gujarati News

ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ મેડિકલ કોલેજમાં ઇજાગ્રસ્ત દર્દીનો પગ કાપી તે પગ તેના માથા નીચે તકિયાની જેમ મૂક્યો હતો. જો કે આનો વીડિયો વાયરલ થતા માનવઅધિકાર આયોગે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ મોકલાવ્યું છે. વળી આ વીડિયો સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયો છે. આ મામલે હાલ એક તપાસ કમિશન પણ બેસાડવામાં આવ્યું છે. બીજી તરફ મીડિયાએ પણ આ વાતની આલોચના કરી છે. મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વોર્ડમાંથી આ વીડિયો બહાર આવ્યો છએ. ગત શનિવારે બપોરે રોડ અકસ્માતમાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. તે પછી તેના કપાયેલા પગને તેના માથા નીચે મૂકવામાં આવ્યો હતો.

patient

જો કે આ મામલે હોસ્પિટલના કર્મચારીઓનું કહેવું છે કે દર્દીના માથા નીચે કપાયેલો પગ તેના પરિવારના લોકોએ રાખ્યો હતો. અને સ્ટાફ દ્વારા તેને નીકાળવાનું કહેવા છતાં પરિવારજનો માન્યા નહતા. જે યુવકનો પગ કપાઇ ગયો છે. તેનું નામ ઘનશ્યામ છે. અને તે સ્કૂલ બસમાં ક્લીનરનું કામ કરે છે. લહચૂરા ગામનો તે રહેવાસી છે. બસનું અનિયંત્રિત થઇને પલટાઇ જવાના કારણે ઘનશ્યામના બંને પગ કચડાઇ ગયા હતા. જે પછી પોલીસે તેને ઇલાજ માટે મેડિકલ કોલેજ મોકલ્યો હતો. જ્યારે તેનો ઇલાજ થઇ રહ્યો હતો ત્યારે કોઇએ આ વીડિયો બનાવ્યો હતો. જો કે આ મામલો વાયરલ થતા હાલ તેની પર પાંચ સદસ્યીય ચિકિત્સકોની એક તપાસ કમીટી બેસાડવામાં આવી છે. જે તેના પર રિપોર્ટ આપશે.

English summary
Video : doctor used severed leg as pillow in jhansi medical college. See the video here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X