Video: આ છોકરીનું નસીબ તો જુઓ, સામે આવી ટ્રેન પણ...

ફોન પર વાતો કરતા અચાનક જ ટ્રેનની સામે આવી છોકરી, પછી શુમુંબઇમાં છોકરી સાથે થયલી ઘટના સોશ્યલ મીડિયામાં થઇ વાયરલ જાણો હકીકત.

હાલ સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મુંબઇમાં એક છોકરી મોબાઇલ પર વાતો કરતા કરતા અને ટ્રેનનો પાટો ક્રોસ કરતા અચાનક જ ટ્રેનની સામે આવી જાય છે તેવું બતાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં તેવું કોઇ રેલ્વે સ્ટ્રેશન ટ્રેક નહીં હોય જ્યાં તેવી તેવું ના લખ્યું હોય કે મોબાઇલ પર ગીતો સાંભળતા ટ્રેન ટ્રેક ના ક્રોસ કરવો. આ પર મુંબઇમાં અનેક શોર્ટ ફિલ્મો પણ બની ગઇ અને અનેક અભિયાનો પણ ચાલી ચૂક્યો છે પણ લોકો સુધરવાનું નામ નથી લેતા!

video

પણ કહેવાય છે ને મરવું એટલું પણ સરળ નથી. જો નસીબમાં જીવવાનું લખ્યું જ છે તો સામે મોત પણ આવે તેમ છતાં લોકો બચી જતા હોય છે અને કંઇક આવો જ ચમત્કાર મુંબઇના કુર્લા સ્ટેશનમાં પણ થયો છે. મુંબઇના કુર્લા સ્ટેશન પ્લેટફોર્મ નંબર 7 પર તે વખતે લોકોનો જીવ ઊંચો થઇ ગયો જ્યારે પ્રતિક્ષા નાટેકર ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની નીચે આવી ગઇ. પ્રતિક્ષા ફોન પર વાત કરી રહી હતી અને સામેથી ટ્રેન આવી ગઇ. બે મિનિટ માટે આ વીડિયો જોવાથી તેવું જ લાગે છે કે છોકરી ગઇ! પણ જીઆરપીએફ જે મુજબ મીડિયાને જાણકારી આપી છે તે મુજબ જીઆરપીના અધિકારીઓએ તેને ટ્રેનની નીચેથી જીવતી નીકાળી છે. અને તેને સામાન્ય ઇજાઓ આવી છે. જે પછી તેને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. ત્યારે જુઓ મોતની આગળ જીવનની જીતનો આ વીડિયો. પણ હા ટ્રેન ક્રોસ કરતા તમે મોબાઇલ ફોન કે ગીતો ના સાંભળતા કારણ કે દરેકના નસીબ દર વખતે આટલા સારા નથી હોતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X