For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ભારે વરસાદથી ઉત્તરાખંડમાં પૂર-ભૂસ્ખલનનુ જોખમ, તીર્થ સ્થળોએ હજારો લોકો ફસાયા, ઘણાના જીવ ગયા

વિદાય થતા ચોમાસાના વરસાદ અને આંધીથી ઉત્તરાખંડમાં ઘણુ નુકશાન થયુ છે. અહીં ઘણી નદીઓમાં પૂર આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનઃ વિદાય થતા ચોમાસાના વરસાદ અને આંધીથી ઉત્તરાખંડમાં ઘણુ નુકશાન થયુ છે. અહીં ઘણી નદીઓમાં પૂર આવી ગયા છે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી રહ્યા છે. બીઆરઓ(સીમા માર્ગ સંગઠન), એસડીઆરએફ અને પોલિસની ટીમો લોકોના જીવ બચાવવામાં લાગી છે. બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પાસે લામબગડ નાળાના કારણે અવરજવર પ્રભાવિત થઈ છે. કાલે આ નાળામાં એક કાર ફસાઈ ગઈ જેમાં સવાર લોકોને બીઆરઓએ બચાવ્યા. આ રીતે કેદારનાથ મંદિરથી પાછા આવતી વખતે વરસાદ વચ્ચે જંગલમાં ફસાયેલા લગભગ 22 શ્રદ્ધાળુઓને પણ બચવવામાં આવ્યા. તેમને ગૌરી કુંડમાં શિફ્ટ કરવામાં આવ્યા. વળી, ચાલવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલા એક 55 વર્ષીય ભક્તને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા.

ઉત્તરાખંડમાં ઘણા મોત, તીર્થયાત્રી ફસાયા

ઉત્તરાખંડમાં ઘણા મોત, તીર્થયાત્રી ફસાયા

ભારે વરસાદના કારણે ઉત્તરાખંડના ચમોલી ક્ષેત્રમાં વહેતી નંદાકિની નદીમાં પૂર આવ્યુ છે જેના કારણે વિસ્તારમાં પાણી ભરાવાની મુશ્કેલી પેદા થઈ ગઈ છે જેના કારણે ભૂસ્ખલનનુ પણ જોખમ છે. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે નદીના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. એક વૃદ્ધે કહ્યુ કે ચોમાસાની વિદાય બાદ થઈ રહેલા સતત વરસાદે અમારે ત્યાં વિનાશ કરી દીધો છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ ઉત્તરાકંડમાં ભારે વરસાદથી 3ના મોત થયા છે.

ચારધામ યાત્રા રોકવી પડી

ચારધામ યાત્રા રોકવી પડી

બગડતી સ્થિતિના કારણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા રોકવી પડી છે. લગભગ 5 હજાર યાત્રીઓ ફસાયેલા છે. આજે ઘણા સ્થળોએ બીઆરઓ(સીમા માર્ગ સંગઠન), એસડીઆરએફ અને પોલિસની ટીમો લોકોને બચાવવામાં લાગી છે. ન્યૂઝ એજન્સી દ્વારા અહીંના ઘણા વિસ્તારોના વીડિયો અને ફોટા જાહેર કરવામાં આવ્યા છે. જેનાથી સ્થિતિને સમજી શકાય છે.

કેરળમાં સર્વાધિક નુકશાન

કેરળમાં સર્વાધિક નુકશાન

ઉત્તરાખંડ ઉપરાંત દેશના બીજા અમુક રાજ્યોમાં પણ ભારે વરસાદના કારણે લોકોના જીવ ગયા છે. સૌથી વધુ નુકશાન કેરળમાં થયુ છે. જ્યાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 27 લોકોના મોત થઈ ગયા છે. વળી, ડઝનેક લોકો ગુમ છે. આ તરફ, બંગાળમાં 20 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે.

English summary
Video: Heavy rains in Uttarakhand, River swells as Chamoli region, thousand people stuck.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X