For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જુઓ દેશભરમાં કેવી રીતે મનાવાઈ રહી છે હોળી, રંગોમાં રંગાયેલા દેખાઈ રહ્યા છે લોકો

દેશ અને દુનિયામાં આજે હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. લોકો વિવિધ પ્રકારના રંગોથી હોળી રમી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશ અને દુનિયામાં આજે હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. લોકો વિવિધ પ્રકારના રંગોથી હોળી રમી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાંથી હોળીના ફોટા સામે આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણી નગરી મથુરા, વૃંદાવન અને બરસાનાની હોળી વિશ્વ પ્રસિદ્ધ છે જ્યાં લાખો લોકો હોળી રમવા માટે ભેગા થાય છે. એ રીતે બંગાળ, ગુજરાત અને ઉત્તરાખંડમાં પણ હોળીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે. દક્ષિણ ભારતમાં પણ સ્થાનિક સ્તરે આયોજન થઈ રહ્યા છે.

હોળીની રજા

હોળીની રજા

આજે 18 માર્ચે સરકારી રજા છે. આ પર્વની રજા રહેશે. એવામાં લોકો રંગોત્સવની મઝા લઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં હોળી

પશ્ચિમ બંગાળમાં હોળી

પશ્ચિમ બંગાળના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહિલા-બાળકો પારંપરિક ગીતોના લયમાં થિરકી રહ્યા છે. કોલકત્તામાં તે પારંપરિક ગીત ગાઈને અને નૃત્ય કરીને ડોલ ઉત્સવનો તહેવાર પણ મનાવે છે.

મથુરાના બાંકે બિહારી મંદિરમાં હોળી

મથુરાના બાંકે બિહારી મંદિરમાં હોળી

ઉત્તર પ્રદેશમાં મથુરા જિલ્લાના વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં હોળી ઉત્સવ ચાલી રહ્યો છે. નાના બાળકો સાથે મોટા લોકો પણ હોળી રમી રહ્યા છે.

બરસાનાની હોળી

બરસાનાની હોળી

મથુરામાં બરસાનાની હોળી પણ લોકપ્રિય છે. શ્રીજી મંદિરના પૂજારીએ હોળી રમીને કહ્યુ કે આ સુખ-દુઃખના રંગ છે. હસી-ખુશીના રંગ છે. શાંતિ અને સમૃદ્ધિના પણ પોતાના રંગ છે.

 ખૂબ રમો હોળી...

ખૂબ રમો હોળી...

પૂજારીએ કહ્યુ, 'લાલ રંગ પ્રેમનો સંકેત છે, ગુલાબી સુંદરતાનો, પીળો રંગ ખુશીનો અને કેસરિયો સમૃદ્ધનો. શાંતિ અને ભાઈચારાનો રંગ સફેદ છે જ્યારે વિરોધનો રંગ કાળો છે. પરંતુ આજે બધા રંગ મળી જાય છે. ખૂબ રમો હોળી...'

English summary
Video: Holi celebrations today across india, see the pictures of colorful holi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X