For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જ્યારે સિક્યોરિટી તોડીને દોડતો પ્રિયંકા ગાંધીના મંચ પર પહોંચ્યો આ વ્યક્તિ...

લખનઉમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રિયંકા ગાંધી પાર્ટી નેતાઓ સાથે મંચ પર બેઠા હતા. ત્યારે એક વ્યક્તિ દોડીને મંચ પર જતો રહ્યો અને...

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીન સુરક્ષામાં ભારે ચૂક થઈ છે. કોંગ્રેસ પાટીના સ્થાપના દિવસ પર લખનઉમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રિયંકા ગાંધી પાર્ટી નેતાઓ સાથે મંચ પર બેઠા હતા. ત્યારે એક વ્યક્તિ દોડીને મંચ પર જતો રહ્યો અને પ્રિયંકા ગાંધીને મળવાની કોશિશ કરવા લાગ્યો. જો કે મંચ પર હાજર સુરક્ષાકર્મીઓ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાક લલ્લુએ એ વ્યક્તિને પકડી લીધો. વળી, કહેવામાં આવી રહ્યુ છે કે તે કોંગ્રેસ કાર્યકર્તા છે.

priyanka gandhi

માહિતી મુજબ લખનઉના નહેરુ ભવનમાં કોંગ્રેસના 135માં સ્થાપના દિવસ પર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ હતુ. અહીં એક સિખ યુવક દોડીને પ્રિયંકા ગાંધીને મળવા માટે મંચ પર પહોંચી ગયો. એ સમયે પ્રિયંકા ગાંધી પાર્ટી નેતાઓ સાથે મંચ પર બેઠા હતા. એક વ્યક્તિ દોડીને મંચ પર જતો રહ્યો અને પ્રિયંકા ગાંધીને મળવાની કોશિશ કરવા લાગ્યો. મંચ પર હાજર સુરક્ષાકર્મીઓ સાથે પ્રદેશ અધ્ય અજય કુમાર લલ્લુને એ વ્યક્તિને પકડી લીધો. મંચ પર આવનાર વ્યક્તિ કોંગ્રેસ કાર્યકર્તા છે. પ્રિયંકા ગાંધીએ પણ તેની સાથે વાત કરી. સુરક્ષાકર્મીઓએ બાદમાં તેને મંચ પરથી નીચે ઉતારી દીધો.

અહીં પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને ઘેરી. તેમણે કહ્યુ, 'જે દેશભરમાં એનઆરસીની ચર્ચા ફેલાવે છે, આજે કહે છે કે ચર્ચા નથી થઈ. આ દેશ તમને ઓળખી રહ્યો છે, તમારી કાયરતાને ઓળખી રહ્યો છે અને તમારા જૂઠથી કંટાળી ચૂક્યો છે.' તેમણે કહ્યુ, રાજ્યના અન્ય વિપક્ષી દળો બહુ બધુ નથી બોલી રહ્યા. પરંતુ જેમ કે મે કહ્યુ હતુ, અમે ડરવાના નથી અને જો અમે એકલા હોઈશુ તો પણ અવાજ ઉઠાવતા રહીશુ. આપણે એકલા જ વિધાનસભા ચૂંટણીમાં જવા માટે તૈયાર રહેવુ પડશે.

આ પણ વાંચોઃ કુશલની છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ, જિગરના ટુકડા સાથે ફોટો પોસ્ટ કરી સૌને રડાવી ગયો એક્ટરઆ પણ વાંચોઃ કુશલની છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ, જિગરના ટુકડા સાથે ફોટો પોસ્ટ કરી સૌને રડાવી ગયો એક્ટર

English summary
Video: Man breaches security of Priyanka Gandhi Vadra in Lucknow on Congress foundation day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X