For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મુંબઈમાં થયો ચોમાસાનો પહેલો વરસાદ, 13 રાજ્યોમાં યલો અપાયુ એલર્ટ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રમાં દસ્તક દઈ ચૂક્યુ છે. મુંબઈમાં આજે જોરદાર વરસાદ થયો.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રમાં દસ્તક દઈ ચૂક્યુ છે. મુંબઈમાં આજે જોરદાર વરસાદ થયો. ઘણા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યુ. સાયન વિસ્તારમાં લોકોએ વરસાદની મઝા લીધી. ભારતીય હવામાન વિભાગે માહિતી આપી કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પહેલા તટીય જિલ્લા રત્નાગિરી પહોંચશે. મંગલવારે સાંજે હરનાઈ બંદર પર વાદળો વરસ્યા. જ્યારે હવે ઝડપી પવન સાથે રાયગઢ, ઠાણે, પાલઘર, પૂણે, નાસિક તેમજ મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

13 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ

13 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ

મહારાષ્ટ્ર-આંધ્ર સહિત ઘણા રાજ્યોમાં ચોમાસુ ગતિ પકડી રહ્યુ છે. મંગળવારે તે ઝડપથી આગળ વધીને પશ્ચિમી તટે અલીબાગથી પૂણે સુધી અને પૂર્વ તટ પર આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા, પશ્ચિમ બંગાળ અને હિમાલયી વિસ્તારમાં બાગડોગરા સુધી પહોંચી ગયુ. હવામાન વિભાગે 13 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરી છે. મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યુ કે આવતા સપ્તાહ સુધી ચોમાસુ મધ્ય પ્રદેશ પહોંચી જશે. વળી, બિહારમાં પણ પ્રી-મોનસુન વરસાદ થઈ રહ્યો છે. અહીં ચોમાસુ 12 જૂન પછી પહોંચશે. ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં બુધવાર સવારથી વરસાદ થઈ રહ્યો છે.

ઔલીમાં જામ્યો બરફ

ઔલીમાં જામ્યો બરફ

હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ વરસાદની ચેતવણી જારી કરી છે. આ દરમિયાન ઔલીના પહાડો પર હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગના કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચોમાસુ 12-13 જૂન દરમિયાન ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તેમજ બિહારમાં પહોંચશે. જો કે ઉત્તર ભારતમમાં તેની પહેલા જ વરસાદ વરસવા લાગ્યો.

મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પ્રી-મોનસુન વરસાદ

મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પ્રી-મોનસુન વરસાદ

મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં રાજધાની ભોપાલ, ઈંદોર, શાજાપુર, મંદસૌર, દેવાસ, સાગર અને જબલપુરમાં વરસાદ થઈ રહ્યો છે. ઈંદોરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે પૂર્વોત્તર ભારત, ઓરિસ્સાના ઉત્તરી તટ, ગંગીય પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદ થશે.

English summary
Video: Mumbai rains with the advancement of Monsoon, IMD yellow alerts in these states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X