ભારતીય સૈનિકોના સર કલમ કરવાનો વીડિયો નેટ પર વહેતો થયો
નઇ દિલ્હી, 10 જાન્યુઆરી: પાકિસ્તાનના આતંકવાદીઓએ ગયા વર્ષે ભારતના પુંછ સરહદમાં દાખલ થઇને લાંસ નાયક હેમરાજ અને સુધાકર સિંહની હત્યા કરી દીધી હતી અને બાદમાં હેમરાજનું માથું કાપીને લઇ ગયા હતા. હવે તેનો વીડિયો ઇન્ટરનેટ પર વહેતો કરાયો છે. જેમાં એક વ્યક્તિ માથું પકડીને ઊભો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ માથું હેમરાજનું જ છે. આ વીડિયોના સાઇટ પર આવી જવાથી ભારતની જનતામાં પાકિસ્તાન સામે જોરદાર આક્રોશ છે. જોકે હજી સુધી તેની તપાસ થઇ શકી નથી કે આ વીડિયો કોણે અપલોડ કર્યો છે.
આની પર પ્રતિક્રિયા આપતા સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું કે આ વીડિયોની સત્યતા જાણ્યા બાદ જ કઇ કહી શકાશે. તિવારી અનુસાર વીડિયોની સત્યતા સામે આવ્યા બાદ રક્ષા મંત્રાલય આની પર પ્રતિક્રિયા ચોક્કસ આપશે. જોકે સેના હેડક્વાર્ટરે હજી આની પર કોઇ ટિપ્પણી આપી નથી.

આ ઘટના બાદ આખા દેશની જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. એવી પણ સંભાવના તોળાઇ રહી છે કે કોઇએ માત્ર આતંક ફેલાવવા માટે આ પ્રકારનો વીડિયો જાહેર કર્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
