For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMના લદ્દાખ પ્રવાસ વચ્ચે રાહુલ ગાંધીનો હુમલો, વીડિયો જારી કરી કહ્યુ - કોણ જૂઠ બોલી રહ્યુ છે

પીએમના લદ્દાખ પ્રવાસ વચ્ચે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ચીન વિશે જોરદાર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 9.30 વાગે અચાનક લદ્દાખ પહોંચી ગયા. લદ્દાખમાં 11 હજાર ફૂટની ઉંચાઈએ હાજર ફૉરવર્ડ લોકેશન નીમૂ પર પહોંચ્યા. તેમનો આ પ્રવાસ ગલવાન ઘાટીમાં ચીનમાં થયેલી હિંસક અથડામણના 18 દિવસ બાદ થયો. પીએમના લદ્દાખ પ્રવાસ વચ્ચે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ચીન વિશે જોરદાર હુમલો કર્યો છે. રાહુલે ટ્વિટ કરીને પૂછ્યુ કે લદ્દાખ વિશે જૂઠ કોણ બોલી રહ્યુ છે.

rahul gandhi

રાહુલે શુક્રવારે ટ્વિટ કરીને કહ્યુ છે, લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીન અમારી જમીન લઈ રહ્યુ છે અને પ્રધાનમંત્રી કહે છે કે આપણી જમીન કોઈ લીધી નથી. સ્પષ્ટ છે કે કોઈને કોઈ તો જૂઠ બોલી રહ્યુ છે. રાહુલે ટ્વિટમમાં એક વીડિયો પણ અટેચ કર્યો છે. રાહુલના જણાવ્યા મુજબ આ વીડિયોમાં લદ્દાખના ઘણા લોકો કહી રહ્યા છે કે ચીન આપણી સીમાની અંદર ઘૂસી ગયા છે અને આપણી જમીન છીનવી રહ્યા છે.

આ વીડિયોમાં રાહુલ ગાંધીએ ડઝનેક એવા લોકોના નિવેદન બતાવ્યા છે જે દાવો કરી રહ્યા છે કે ચીને ભારતીય સીમામાં ઘૂસીને તેમની જમીન પર કબ્જો કરી લીધો છે. તે નેશનલ મીડિયા દ્વારા બતાવવામાં આવી રહેલ સમાચારોને જૂઠ ગણાવી રહ્યા છે કે ચીને આપણી જમીન નથી લીધી.

અર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્યઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય

English summary
Video: Rahul Gandhi's big attacks on PM Narendra Modi during his ladakh visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X