Video: બેંગ્લુરુના નેશનલ પાર્કમાં ગાડી પર બે સિંહોએ કર્યો હુમલો
વીડિયોમાં જુઓ કેવી રીતે બેંગ્લુરુમાં ચાલુ ગાડી પર બે સિંહો કર્યો હુમલો.
બેંગ્લુરુ શહેરનું બાનેરગટ્ટા બાયોલોજીક પાર્ક તેની સિંહ અને વાધની સફારી માટે ખુબ જ જાણીતું છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સફારી માણવા માટે આવે છે. જેમાં સફેદ વાધ, સિંહની વચ્ચેથી કાર, બસ જેવા કાચબંધ વહાનોમાં યાત્રીઓને ફેરવવામાં આવે છે. અને આ દ્વારા યાત્રીઓ વાધ અને સિંહ જેવા ખૂંખાર પ્રાણીઓને ખૂબ જ નજીકથી જોવાનો લાહવો માણે છે. આ જ કારણ કે મોટી કિંમત આપીને પણ લોકો આ પાર્કમાં કારની સફારીની મજા માણે છે.

પણ હાલમાં જ કંઇક તેવું થયું કે ભલભલા લોકોના રૂંવાટા ઊભા થઇ જાય. આ પાર્કમાં જ્યારે યાત્રી ભરેલી એક કાર પસાર થઇ રહી હતી ત્યારે બે કદાવર સિંહો આ કાર પર હુમલો કર્યો. અને કાર પર ચડી જઇ, કાર રોકવાનો પ્રયાસ કર્યો. નોંધનીય છે કે પહેલા પણ આ જ કાર પર સિંહોએ હુમલો કર્યો હતો. અને આ બીજો બનાવ છે. ત્યારે સિંહો દ્વારા કાર પર કરવામાં આવેલા આ ખૂંખાર હુમલાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા ખૂબ જ મોટા પ્રમાણે વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો બાદ લોકોમાં તે પણ ચર્ચા થઇ રહી છે કે આવી સફારી લોકો માટે કેટલી સલામત? ત્યારે કર્ણાટકના બેંગ્લુરુ વિખ્યાત બાયોલોજીક પાર્કમાં કાર પર સિંહ કરેલા આ વાયરલ વીડિયો ને જુઓ અહીં....
#Watch A safari vehicle being attacked by 2 lions in Bannerghatta Biological Park, Karnataka pic.twitter.com/1a0AmiOJc4
— ANI (@ANI_news) February 1, 2017












Click it and Unblock the Notifications
