For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vijay Diwas 2021 : જ્યારે ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી, વાંચો વિજય દિવસની સંપૂર્ણ વિજય ગાથા

16 ડિસેમ્બરના રોજ જવાનોની બહાદુરીને સલામ કરવાનો દિવસ છે. 16 ડિસેમ્બરને સમગ્ર દેશમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1971માં આ દિવસે ભારતે પાકિસ્તાનને ધુળ ચડાવી હતી. ભારતે પાકિસ્તાન સામે જીતની ઉજવણી કરી હતી.

|
Google Oneindia Gujarati News

Vijay Diwas 2021 : 16 ડિસેમ્બરના રોજ જવાનોની બહાદુરીને સલામ કરવાનો દિવસ છે. 16 ડિસેમ્બરને સમગ્ર દેશમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1971માં આ દિવસે ભારતે પાકિસ્તાનને ધુળ ચડાવી હતી. ભારતે પાકિસ્તાન સામે જીતની ઉજવણી કરી હતી. આ ઐતિહાસિક જીતનો આનંદ આજે પણ દરેક દેશવાસીના હૃદયને ઉત્સાહથી ભરી દે છે. વિજય દિવસ વીરતા અને બહાદુરીનું ઉદાહરણ છે.

1971ના યુદ્ધમાં ભારતીય સૈનિકોએ મોટા પ્રમાણમાં બલિદાન આપ્યું હતું. લગભગ 3900 ભારતીય જવાનો શહીદ થયા હતા, જ્યારે 9851 ઘાયલ થયા હતા. 16 ડિસેમ્બરનો દિવસ દેશના જવાનોની બહાદુરી, શૌર્ય, અદમ્ય સાહસ અને બલિદાનની ગાથા કહે છે. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનનો નાશ કરનાર મા ભારતીના વીરોની વિજય ગાથા વાંચો...

શા માટે ઉજવવામાં આવે છે વિજય દિવસ?

શા માટે ઉજવવામાં આવે છે વિજય દિવસ?

1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ યુદ્ધના અંત બાદ 93,000 પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું.

1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. પૂર્વ પાકિસ્તાન (આજે બાંગ્લાદેશ) માંપાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ ભારતના પૂર્વ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

16ડિસેમ્બરની સાંજે જનરલ નિયાઝીએ શરણાગતિના કાગળો પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત યુદ્ધ જીત્યું. દર વર્ષે આપણે આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ.

16 ડિસેમ્બરની સવારે શું થયું?

16 ડિસેમ્બરની સવારે શું થયું?

જનરલ જેકબને માણેકશા તરફથી શરણાગતિની તૈયારી કરવા તાત્કાલિક ઢાકા પહોંચવાનો સંદેશ મળ્યો હતો. તે સમયે જેકબની હાલત બગડતી જોવા મળી રહી હતી.

ભારત પાસે માત્ર ત્રણ હજાર સૈનિકો છે અને તે પણ ઢાકાથી 30 કિમી બીજી તરફ પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીનિયાના ઢાકામાં 26હજાર 400 સૈનિકો હતા.

ભારતીય સેનાએ સંપૂર્ણ રીતે યુદ્ધ પર કબ્જો જમાવી લીધો હતો. ભારતના ઈસ્ટર્ન આર્મી કમાન્ડર જગજીત અરોરા તેના ક્રૂ સાથે બે કલાકમાંઢાકા ઉતરવાના હતા અને યુદ્ધવિરામ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો હતો. જેકબના હાથમાં કંઈ ન હતું.

જેકબ નિયાઝીના રૂમમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં મૌન હતું.શરણાગતિના દસ્તાવેજ ટેબલ પર રાખવામાં આવ્યા હતા.

નિયાઝીની આંખોમાં હતા આંસુ

નિયાઝીની આંખોમાં હતા આંસુ

લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સાંજે 4.30 કલાકે હેલિકોપ્ટર દ્વારા ઢાકા એરપોર્ટ પર ઉતર્યા હતા. અરોરા અને નિયાઝી એક ટેબલની સામે બેઠા અને બંનેએઆત્મસમર્પણ દસ્તાવેજ પર સહી કરી હતી.

નિયાઝીએ પોતાની રિવોલ્વર જનરલ અરોરાને આપી હતી. નિયાઝીની આંખોમાં આંસુ આવી ગયા હતા. સ્થાનિક લોકોનિયાઝીને મારવા તૈયાર હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓએ નિયાઝીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

વિજયના સમાચાર સાંભળતા જ આખું સદન ઉજવણીમાં ડૂબી ગયું

વિજયના સમાચાર સાંભળતા જ આખું સદન ઉજવણીમાં ડૂબી ગયું

બીજી તરફ ઈન્દિરા ગાંધી સંસદ ભવનમાં તેમની ઓફિસમાં ટીવી ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા, ત્યારે જનરલ માણેકશાએ તેમને બાંગ્લાદેશમાં શાનદાર જીતની જાણકારીઆપી હતી.

ઈન્દિરા ગાંધીએ ઘોંઘાટ વચ્ચે લોકસભામાં જાહેરાત કરી કે, ભારત યુદ્ધ જીતી ગયું છે. ઈન્દિરા ગાંધીના નિવેદન બાદ આખું સદન ઉજવણીમાં ડૂબી ગયું હતું.

English summary
Vijay Diwas 2021 : Read Victory Story of kargil Vijay Diwas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X