For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક તંગીના સમયમાં વિજય માલ્યા તેની પત્ની અને બાળકોના પૈસે જીવવા મજબૂર

વિજય માલ્યા પોતાની શાનદાર લાઈફ સ્ટાઈલ માટે ઓળખાય છે. તેને કિંગ ઑફ ગુડ ટાઈમ પણ કહેવામાં આવે છે પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે.

|
Google Oneindia Gujarati News

વિજય માલ્યા પોતાની શાનદાર લાઈફ સ્ટાઈલ માટે ઓળખાય છે. તેને કિંગ ઑફ ગુડ ટાઈમ પણ કહેવામાં આવે છે પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે. વિજય માલ્યા પોતાની પત્ની અને બાળકો પર આશ્રિત છે. લંડન હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ વાત સામે આવી છે કે વિજય માલ્યાની પત્ની પિંકી લાલવાની દર વર્ષે 1.35 કરોડ રૂપિયા કમાય છે જ્યારે વિજય માલ્યા પાસે હવે માત્ર 2956 કરોડ રૂપિયાની જ સંપત્તિ બચી છે. જ્યારે બચેલા પૈસાને તેણે કર્ણાટક હાઈકોર્ટમાં કેસ ઉકેલવા માટે ખર્ચ કરી દીધા.

mallya

પત્ની-બાળકો પર આશ્રિત

કોર્ટમાં માલ્યાએ જણાવ્યુ કે 11 સપ્ટેમ્બર 2018ના રોજ દેશની 13 બેંકોના બાકી લેણા અંગે જવાબ આપવો શરૂ કર્યો જેની સુનાવણી ડિસેમ્બર 2019માં થવાની છે. હાલમાં તે પોતાના બાળકો અને પત્ની પર આશ્રિત છે. પત્ની અને બાળકો જ તેનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. માલ્યાના પીએ મહલ અને બિઝનેસ પાર્ટનર બેદીએ માલ્યાને 75.7 લાખ અને 1.15 કરોડ રૂપિયા ઉધાર આપ્યા છે જેનાથી તે પોતાનો ખર્ચ ઉઠાવી શકે. ભારતની 13 બેંકો તરફથી કોર્ટમાં તેના વકીલ નિગેલ ટોડીએ જણાવ્યુ કે ભારતની 13 બેંકોના 11000 કરોડ રૂપિયા માલ્યા પર ઉધાર છે.

ઓછો થયો વ્યક્તિગત ખર્ચ

માલ્યા પર પોતાના પૂર્વ કર્મચારીઓના 2.40 કરોડ રૂપિયા બાકી છે. આ કાયદાકીય કાર્યવાહીમાં ભારતીય બેંકોના 3.37 કરોડ રૂપિયા ખર્ચ થયા છે જેમાં માલ્યા તેમના 1.57 કરોડ રૂપિયા આપવામાં અસમર્થ રહ્યા છે. માલ્યાના વકીલ જૉન બ્રિસ્બીએ કોર્ટમાં જણાવ્યુ કે માલ્યા પોતાનો ખર્ચ ઓછો કરવા ઈચ્છે છે જેની કોર્ટે મંજૂરી આપી છે. માલ્યાના ખર્ચ 26.57 લાખથી ઘટીને 16.21 લાખ થઈ ગયો છે. સાઉથ આફ્રિકન બેંકના 30.6 કરોડ રૂપિયા પણ બાકી છે.

માલ્યાએ કર્યો હતો દાવો

તમને જણાવી દઈએ કે આ પહેલા વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેની (માલ્યા) 14,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હોવાની વાત સ્વીકાર કરી છે. માલ્યાએ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીનું આ નિવેદન તેની પૂરી વસૂલી કરી લેવાયા અને ભાજપના નેતૃત્વવાળી સરકાર દ્વારા તેને 'પોસ્ટર બૉય'ની જેમ ઉપયોગ કરાયાના દાવાની પુષ્ટિ કરે છે. માલ્યાએ ટ્વિટર પર જાહરે કરેલ નિવેદનમાં કહ્યુ કે પ્રધાનમંત્રીએ પોતે સ્વીકાર કર્યો કે વસૂલ કરવામાં આવેલ સંપત્તી તેની (માલ્યાની) 9,000 કરોડ રૂપિયાની કથિત દેણદારીથી વધુ છે.

આ પણ વાંચોઃ શું કોંગ્રેસ પક્ષથી નારાજ છે નવજોત સિદ્ધુ, 20 દિવસથી બંધ છે કામ, સામે આવ્યુ કારણઆ પણ વાંચોઃ શું કોંગ્રેસ પક્ષથી નારાજ છે નવજોત સિદ્ધુ, 20 દિવસથી બંધ છે કામ, સામે આવ્યુ કારણ

English summary
Vijay Mallya is is living off his wife and kids tells UP court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X