For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડન ભાગતા પહેલા માલ્યા-જેટલીની મુલાકાત, બંનેને જોયા હોવાનો પુનિયાનો દાવો

એસબીઆઈ સહિત ઘણી બેંકોની 9000 કરોડથી વધુની લોન લઈને લંડન ભાગી ચૂકેલા ભાગેડુ લિકર બિઝનેસમેન માલ્યાએ મોટો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

એસબીઆઈ સહિત ઘણી બેંકોની 9000 કરોડથી વધુની લોન લઈને લંડન ભાગી ચૂકેલા ભાગેડુ લિકર બિઝનેસમેન માલ્યાએ મોટો ખુલાસો કર્યો છે. માલ્યાએ વેસ્ટમિંસ્ટર કોર્ટમાંથી બહાર નીકળતી વખતે કહ્યુ કે તેણે લંડન જતા પહેલા નાણાંમંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. જો કે તેણે નાણાંમંત્રી સાથે કોઈ પણ પ્રકારની બેઠકનો ઈનકાર કર્યો હતો. પરંતુ કોંગ્રેસ નેતા પી એલ પુનિયાએે બંનેના જોયા હોવાનો દાવો કર્યો છે.

દેશ છોડતા પહેલા તે અરુણ જેટલીને મળ્યો હતો

દેશ છોડતા પહેલા તે અરુણ જેટલીને મળ્યો હતો

લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટની બહાર વિજય માલ્યાએ પત્રકારો સામે કહ્યુ કે દેશ છોડતા પહેલા તે અરુણ જેટલીને મળ્યો હતો. તેણે કહ્યુ કે બેંકો સાથે સેટલમેન્ટ કરવા ઈચ્છતો હતો અને એ માટે જ ઉકેલ લાવવા માટે તે નાણામંત્રી અરુણ જેટલીને મળ્યો હતો. તેણે કહ્યુ કે તે બેંકોની બાકીની લોન ચૂકવવા માટે તૈયાર હતો પરંતુ બેંકોએ સેટલમેન્ટ અંગે સવાલો ઉભા કર્યા.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટરઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર

ક્યારેય ઔપચારિક મુલાકાત નહોતી કરી

માલ્યાએ કહ્યુ કે તેણે નાણાંમંત્રી સાથે ક્યારેય ઔપચારિક મુલાકાત નહોતી કરી. એ વાત અલગ છે કે સંસદ પરિસરમાં તે તેમને મળ્યા હતા. એ વખતે તેમણે જણાવ્યુ કે તે લંડન જઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે એક સમય બાદ સંસદની અંદર તે ઘણા સહયોગીઓને મળ્યો અને જણાવ્યુ કે તે ઈચ્છે છે કે બેંકો સાથે તેનો મામલો ઉકેલાઈ જાય.

મીડિયા પર આરોપ

માલ્યાએ કહ્યુ કે તેને એવુ લાગે છે કે મીડિયાને તેણે આનાથી વધુ જાણકારી ન આપવી જોઈએ અને તે દાવા સાથે કહી શકે છે કે તેને ભગાડવામાં કોઈએ મદદ નથી કરી. માલ્યાએ મીડિયા પર આરોપ લગાવતા કહ્યુ કે તેના વિરુદ્ધ જે ભ્રમ બનાવવામાં આવ્યો છે તે મીડિયાના પ્રતાપે છે. તેનો પહેલેથી જ જિનિવામાં કાર્યક્રમ નક્કી હતો અને તેમાં ભાગ લેવા માટે તેને ત્યાં જવાનું જ હતુ.

જાણકારી સરકારને હતી

માલ્યા મામલે કોંગ્રેસે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. કોંગ્રેસ પ્રવકતા આનંદ શર્માએ કહ્યુ કે બેંકોને લૂટ્યા બાદ માલ્યા લંડન ભાગી ગયા અને આ જાણકારી સરકારને હતી. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે જ્યારે નાણાંમંત્રીએ તેમના મુદ્દે સંસદમાં નિવેદન આપ્યુ તો તેમને જણાવવુ જોઈતુ હતુ કે તેઓ વિજય માલ્યાને ક્યાં મળ્યા હતા.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પીએલ પુનિયાનો દાવો

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પીએલ પુનિયાનો દાવો

એક તરફ અરુણ જેટલીએ વિજય માલ્યાનું નિવેદન ધરમૂળથી ફગાવી દીધુ છે, કોંગ્રેસે નાણાંમંત્રી પર હુમલો ચાલુ કરી દીધો છે. ત્યાં બીજી તરફ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પીએલ પુનિયાએ એક નવો દાવો કર્યો છે. પુનિયાએ કહ્યુ છે કે તેમણે પોતે જોયુ હતુ કે સંસદના સેન્ટ્રલ હોલમાં વિજય માલ્યા અને નાણાંમંત્રી અરુણ જેટલીની બેઠક થઈ હતી.

કોંગ્રેસ સાંસદ પીએલ પુનિયાએ કહ્યુ કે, ‘અરુણ જેટલી અને વિજય માલ્યા વચ્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં એક મીટિંગ થઈ હતી, મે પોતે બંનેને ચર્ચા કરતા જોયા હતા. આ વાતની સત્યતાની તપાસ સંસદભવનના તે દિવસના સીસીટીવી ફૂટેજથી કરી શકાય છે.'

આ પણ વાંચોઃ RSS ના ત્રિદિવસીય સંમેલનમાં પાકિસ્તાન સિવાય 60 દેશોના પ્રતિનિધિને આમંત્રણઆ પણ વાંચોઃ RSS ના ત્રિદિવસીય સંમેલનમાં પાકિસ્તાન સિવાય 60 દેશોના પ્રતિનિધિને આમંત્રણ

English summary
Vijay Mallya outside London Court clarifies on his statement that he met Finance Minister before leaving from the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X