For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vikram S : પહેલા ખાનગી રોકેટ લોન્ચ બાદ PM મોદીએ ISROને પાઠવ્યા અભિનંદન

Vikram S : ભારતીય અવકાશ અનુસંધાન સંસ્થા (ISRO)એ શુક્રવારના રોજ પ્રાઇવેટ કંપની દ્વારા નિર્મિત દેશનું પહેલું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

Vikram S : ભારતીય અવકાશ અનુસંધાન સંસ્થા (ISRO)એ શુક્રવારના રોજ પ્રાઇવેટ કંપની દ્વારા નિર્મિત દેશનું પહેલું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. દેશના પહેલા ખાનગી રોકેટ વિક્રમ-એસ (Vikram-suborbital) નું લોન્ચિગ આજે સવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સાડા અગિયાર કલાકે કરવામાં આવ્યું હતું. ISRO ની આ સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.

મિશનને 'પ્રારંભ' નામ આપવામાં આવ્યું

મિશનને 'પ્રારંભ' નામ આપવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ વિક્રમ-એસના પ્રક્ષેપણની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તે ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

આ રોકેટને સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જેના મિશનને 'પ્રારંભ' નામ આપવામાં આવ્યું છે. આ વિક્રમ-એસ રોકેટે ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરી છે.

ભારતના ખાનગી ક્ષેત્ર માટે નવી શરૂઆત

ભારતના ખાનગી ક્ષેત્ર માટે નવી શરૂઆત

INSPACE ના અધ્યક્ષ પવન કુમાર ગોએન્કાએ જણાવ્યું હતું કે, અવકાશમાં ભારતના ખાનગી ક્ષેત્રના પ્રવેશ માટે આ એક નવી શરૂઆતઅને ઐતિહાસિક ક્ષણ છે. મને મિશન પ્રભુ - સ્કાયરૂટ એરોસ્પેસના પ્રક્ષેપણની સફળતાપૂર્વક પ્રક્ષેપણની જાહેરાત કરતા આનંદ થઇ રહ્યો છે.

'ભારતની સ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે મોટું પગલું'

'ભારતની સ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે મોટું પગલું'

આ ખાસ પ્રસંગે પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતની સ્પેસ ઇકોસિસ્ટમને વિકસાવવા અને વિશ્વ સમુદાયમાં એક ફ્રન્ટલાઈન રાષ્ટ્ર તરીકે ઉભરી આવવા તરફનું આ એક મોટું પગલું છે. તે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે પણ એક વળાંક સમાન છે.

લોન્ચની કુલ અવધિ માત્ર 300 સેકન્ડ

લોન્ચની કુલ અવધિ માત્ર 300 સેકન્ડ

રોકેટ વિક્રમ-એસ (VKS) હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ (SAPL) દ્વારા વિકસાવવામાં આવ્યુંછે.

રોકેટ વિક્રમ-એસ એ સિંગલ-સ્ટેજ સ્પિન-સ્ટેબિલાઇઝ્ડ સોલિડ પ્રોપેલન્ટ રોકેટ છે, જેનું વજન આશરે 545 કિગ્રા છે. રોકેટ વિક્રમ-એસમહત્તમ 101 કિમીની ઉંચાઈ સુધી પહોંચે છે અને સમુદ્રમાં નીચે આવે છે.

લોન્ચની કુલ અવધિ માત્ર 300 સેકન્ડ છે. Skyroot પ્રથમસ્ટાર્ટઅપ હતું, જેણે ISRO સાથે તેના રોકેટ લોન્ચ કરવા માટે કરાર કર્યો હતો. દેશનું પ્રથમ ખાનગી રોકેટ પ્રક્ષેપણ હોવા ઉપરાંત, તેસ્કાયરૂટ એરોસ્પેસનું પણ પ્રથમ મિશન છે.

English summary
Vikram S : PM Modi congratulates ISRO after first private rocket launch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X