For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાની ચૂંટણી દરમ્યાન કેટલાય બૂથ પર હિંસા, ભાજપ પર લાગ્યો આરોપ

પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાની ચૂંટણી દરમ્યાન કેટલાય બૂથ પર હિંસા, ભાજપ પર લાગ્યો આરોપ

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માટે આજે પાંચમા તબક્કામાં 45 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યેથી મતદાન ચાલુ છે. ચૂંટણી પંચ મુજબ પાંચમા તબક્કામાં સવારે 10 વાગ્યા સુધી 16.27 ટકા મતદાન થયું છે. આ દરમ્યાન કેટલાય પોલિંગ બૂથ પર હિંસા થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વર્ધમાન ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાં બે પોલિંગ બૂથ એજન્ટની કથિત પિટાઈ કરી. ઈનપુટ્સ મુજબ ટીએમસી કાર્યકર્તાઓએ બૂથ નંબર 60, 61, 72, 63 પર ભાજપી એજેન્ટોની પિટાઈ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો કે મિનાખાનમાં બૂથ નંબર 114 પર એક કાચો બોમ્બ ફેંકવામાં આવ્યો. ટીએમસીનો આરોપ છે કે આઈએસએફ કેડરે બૂથ પર કાચા બોમ્બ ફેંક્યા છે. ટીએમસીએ આરોપ લગાવ્યો કે સીઆરપીએફ કર્મી મતદાન પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે અને ભાજપના કાર્યકર્તા પૂર્વ વર્ધમાનમાં મતદાતાઓને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. જાણો ટીએમસીએ કયા કયા પોલિંગ બૂથ પર હિંસાનો દાવો કર્યો.

west bengal

ભાજપ પર લગાવ્યા વિવિધ આરોપો

  • વર્ધમાન દક્ષિણના બૂથ નંબર 213: ટીએમસીનો આરોપ છે કે વર્ધમાન દક્ષિણના બૂથ નંબર 213 પર સીઆરપીએફ કર્મચારી મતદાન પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ભાજપના કાર્યકર્તા મતદાન પ્રભાવિત કરી રહ્યા છે.
  • ધુપગુડી બૂથ નંબર 157: ટીએમસીનો આરોપ છે કે ધુપગુડી વિસ્તારમાં બૂથ નંબર 157 પર સીઆરપીએફ એક વિકલાંગ વ્યક્તિને મતદાન કરવા નથી દઈ રહી.
  • મયનાગુરી, બૂથ નંબર 223: ટીએમસીએ દાવો કર્યો કે મયનાગુરી વિધાનસભા ક્ષેત્રના બૂથ નંબર 223 પર ભાજપી કાર્યકર્તાઓ મતદાન પ્રક્રિયા બાધિત કરી રહ્યા છે.
  • ટીએમસીએ આરોપ લગાવ્યો કે સીઆરપીએફ કર્મચારીઓએ ટીએમસી કાર્યકર્તાઓ પર હમલો કર્યો. આ ઉપરાંત પૂર્વી વર્ધમાન ચૂંટણી ક્ષેત્રમાં મતદાતાને પણ પરેશાન કર્યા.
  • નાગરકતા, બૂથ નંબર 65 અને 80: ટીએમસીનો આરોપ છે કે નાગરકતા વિધાનસભા ક્ષેત્રમાં મતદાતા યાદીમાં મતદાતાઓના નામ હોવા છતાં ટીએમસી મતદાતાઓને વોટિંગ કરવાની મંજૂરી નથી આપી રહ્યા. જ્યારે બૂથ નંબર 80માં ટીએમસી મતદાતાઓને મતદાન કરવાથી રોકવામાં આવી રહ્યા છે.

West Bengal Assembly Elections 2021: હવે સાંજે 7 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર નહિ થઈ શકેWest Bengal Assembly Elections 2021: હવે સાંજે 7 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર નહિ થઈ શકે

English summary
Violence at several booths in West Bengal during fifth phase polls, TMC blamed BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X