બોર્ડર પર લડ્યા ભારત પાકિસ્તાનના જવાન, વીડિયો વાયરલ...
ફિરોઝપુર બોર્ડર પર રિટ્રીટ સેરેમની દરમિયાન ભારત અને પાકિસ્તાનના જવાનો એકબીજા સાથે લડી પડ્યા. બંને દેશોના જવાનો વચ્ચે ચાલી આવતા તણાવને સમજવો મુશ્કિલ તો નથી જ. એવામાં નાનકડી નોક-જોક પણ મોટું સ્વરૂપ લઈ શકે છે.
વાત આમ બની કે દરવખતની જેમ રિટ્રીટ સેરેમની પૂરી થઈ રહી હતી. ત્યારે જ ભારતીય જવાનની કોણી પાકિસ્તાનના જવાનને વાગી. બસ આટલી વાત પર પાકિસ્તાનનો જવાન ગુસ્સાથી લાલ થઈ ગયો.

વાત વધી ગયી અને બંને દેશોના જવાન એકબીજા સાથે લડી પડ્યા. બંને દેશોના જવાનો વચ્ચે મારપીટના માહોલથી અફરાતફરી મચી ગયી. બંને દેશોના અફસરો મામલો શાંત કરવા માટે પહોંચી ગયા. આ વાતનું ઔપચારિક નિવેદન તો સેનાએ નથી આપ્યું પરંતુ ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો બનાવી લીધો જે હાલમાં સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
