Happy New Year 2020: વિક્સિત દેશ બનવા માટે કેટલી લાંબી છે ભારતની સફર?
છેલ્લા 20 વર્ષમાં દેશે ઘણો વિકાસ કર્યો છે. વિકાસના મોટા ભાગના માપદંડો પર દેશ આગળ વધ્યો છે. પરંતુ સત્ય એ છે કે આપણે આ સફરના 20 વર્ષ પૂરા કર્યા છે, ત્યારે લક્ષ્ય કરતા વર્ષો દૂર છીએ. દેશે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ સેક્ટર, ઈકોનોમીમાં ઘણા પ્રયાસ કર્યા છે, છતાંય ઘણું કરવાનું બાકી છે. 2020 નહીં પરંતુ પીએમ મોદીએ 2024 સુધીમાં દેશને 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું સપનું જોયું છે, પરંતુ આજે કોઈ દાવા સાથે ન કહી શકે કે આ ટાર્ગેટ પૂરો કરવા માટે કેટલી મહેનત કરવી પડશે. ત્યારે ચાલો જોઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ કલામનું સપનું પૂરુ કરવામાં ભારતને હજી કેટલો સમય લાગશે?

ક્યાં પાછળ રહ્યા ?
વ્યક્તિને આધાર રાખીને દુનિયામાં થયેલા પહેલા વૈજ્ઞાનિક સર્વેમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર રોકાણના રેન્કિંગમાં ભારત 158મા નંબરે છે. સૂડાન (157) જેવો દેશ પણ ભારતથી આગળ છે અને નામીબિયા 159મા ક્રમાંકે છે. તો અમેરિકા 27 અને ચીન 44મા નંબરે છે. એટલે કે જે ભારત 20 વર્ષમાં કલામના વિઝન પ્રમાણે વિકાસ નથી સાધી શક્યું, તેને પ્રયત્નો યથાવત્ રાખીને કેટલાક માપદંડો પર ધ્યાન આપવાની જરૂર છે. એટલે કે એવી આરોગ્યની સેવાઓ જે લોકોને સરળતાથી મળી રહે, ગુણવત્તાયુક્ત શિક્ષણ બધા જ મેળવી શકે, ગરીબીથી છૂટકારો મળે. સેનિટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે ઘણું કામ થયું છે, પરંતુ તેને લોકોની આદત બનાવવાની જરૂર છે. એક પડકાર પ્રદૂષણ નિયંત્રણનો પણ છે, સાથે જ કુપોષણ પણ ચિંતાનો વિષય છે. જ્યાં સુધી આ મુદ્દાઓ પર કામ નહીં થાય, ત્યાં સુધી ભારતને વિકાસમાં આગળ વધારવો મુશ્કેલ છે.

ગામડા-શહેરનું અંતર ઘટાડવું જરૂરી
કોઈ પણ અર્થવ્યવસ્થાના વિકાસનો એક મોટો સંકેત શહેરીકરણ માનવામાં આવે છે. ભારતમાં મોટા ભાગના લોકો હજી પણ ગામડામાં વસે છે. ભારતમાં શહેરમાં રહેતા લોકોની વસ્તી માત્ર 35 ટકા છે, જ્યારે 65 ટકા લોકો હજીય ગામડામાં રહે છે. જો દુનિયાના વિક્સિત દેશો સાથે સરખામણી કરીએ તો આપણે હજી ત્યાં સુધી પહોંચવાથી દૂર છીએ. કારણ કે વિક્સિત દેશોમાં શહેરમાં રહેતા લોકોની સંખ્યા 50 ટકા કરતા વધુ છે. એટલે કે 15 ટકાનું અંતર ઘટાડવું જરૂરી છે. પરંતુ શહેરમાં પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જે છે, તે પૂરતા નથી. અર્બન મિશન અને સ્માર્ટ સિટી યોજનાની ગતિ ખૂબ જ ધીમી છે.

2030 સુધી ટાર્ગેટ સુધી પહોંચી શખાય
પ્રવાસીઓને નજર અંદાજ અને શહેરમાં રોજગારીની અછતથી શ્રમિકોના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર પણ અસર પડી છે. ત્યારે 2024 સુધી દેશને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાના પીએમ મોદીના વિઝનને સાકાર કરવા માટે વધુ મોટા એજન્ડાની જરૂર છે. ડિજિટલ ઈન્ડિયામાં ઘણું કામ થયું છે, પરંતુ હજી તમામ લોકો સુધી નથી પહોંચી શકાયું. ખાસ કરીને પાછલા કેટલાક મહિનામાં અર્થતંત્રની ગતિ પર બ્રેક લાગી છે, તેનાથી વિક્સિત ભારતનું સ્વપ્ન થોડુ દૂર લાગી રહ્યું છે. પરંતુ દુનિયાભરના નિષ્ણાતોનું માનવું છે કે ભારતના અર્થચંત્રમાં હજી ગણી તક છે, જો કે લક્ષ્ય પ્રાપ્તિ માટે સતત એક દાયકા સુધી પ્રયત્નો કરવાની જરૂર છે જેથી 2020 નહીં તો 2030 સુધીમાં ટાર્ગેટ અચીવ કરી શકાય. કહી શકાય કે આપણે ડૉ. કલામના લક્ષ્યથી ભટક્યા નથી, પરંતુ પ્રયાસ યથાવત્ રાખવાની જરૂર છે.

અત્યાર સુધી શું થયું?
સરકારના દાવા પ્રમાણે દેશના દરેક ગામમાં વીજળી પહોંચી છે. 2 કરોડ 63 લાખ 84 હજારથી વધુ ઘરોમાં સૌભાગ્ય યોજના અંતર્ગત વીજળીનું કનેક્શ લગાવાયું છે. 1 લાખ 29 હજાર 973 ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઈબરથી જોડાઈ ચૂકી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશભરના 10 કરોડ 76 લાખ ઘરમાં શૌચાલય બનાવાયા છે. દેશના 5,99,963 ગામ ઓપન ડિફેક્શન ફ્રી જાહેર થઈ ચૂક્યા છે. પીએમ આવાસ યોજના અંતર્ગત 1 કરોડ 78 લાખ ઘરનું નિર્માણ થયું છે. બાળકોનું કૌશલ્ય વધારવા માટે દેશના 8,878 સ્કૂલ અટલ ટિંકરિંગ લેબ સાથે જોડાયા છે. જન આરોગ્ય યોજના અંતર્ગત 64 લાખ લોકોનો ઈજા મફત થયો છે અને તેનો લાભ 50 કરોડ લોકોને મળવાનો દાવો થઈ રહ્યો છે. ગ્રીન એનર્જી અંતર્ગત ઉજ્જવલા યોજનામાં 8 કરોડ 3 લાખથી વધુ ગરીબ મહિલાઓને એલીપીજી કનેક્શન મળ્યા છે. સામાજિક સુરક્ષા અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના 42 કરોડથી વધુ લોકોને પેન્શન કવરેજ મળ્યું છે.

2022 સુધીનું શું લક્ષ્ય છે ?
હાલની સરકારે 2022 સુધી દેશના વિકાસને લઈ ઘણા લક્ષ્ય રાખ્યા છે. આ અંતર્ગત દેશના દરેક પરિવારને પાકુ ઘર મળવું જોઈએ. આ યોજના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. સરાકરે દેશના ખેડૂતોની આવક બે ગણી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. પરંતુ આ કામ અઘરુ લાગી રહ્યું છે.
Happy New Year 2020: કેમ સાકાર ન થઈ શક્યું કલામનું ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવાનું સપનું?