કેજરીવાલનો ભાજપને સવાલ, વિવેક તો હિન્દૂ હતો, તેને કેમ માર્યો?
ઉત્તરપ્રદેશની રાજધાની લખનવમાં જે રીતે એપલ કંપનીના મેનેજર પદ પર કામ કરી રહેલા વિવેક તિવારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે, ત્યારપછી સતત આ મુદ્દાને લઈને અલગ અલગ પાર્ટીના લોકો યોગી સરકારને ઘેરી રહ્યા છે. રાજ્યના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પછી હવે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પણ યોગી સરકાર પર પ્રહાર કર્યા છે.
સીએમ યોગીઃ વિવેક તિવારીનું એન્કાઉન્ટર નથી થયુ, જરૂર પડી તો CBI તપાસ થશે
|
વિવેક તો હિન્દૂ હતો, તેને કેમ માર્યો?
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે ટવિટ કરીને જણાવ્યું છે કે વિવેક તિવારી તો હિન્દૂ હતો, તેને કેમ માર્યો? અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ભાજપા નેતા આખા દેશમાં હિન્દૂ છોકરીઓનું રેપ કરતા ફરે છે, તેઓ હિન્દુઓના પક્ષમાં નથી. જો સત્તા મેળવવા માટે બધા જ હિંદુઓને મારવા પડે તો પણ તેઓ 2 મિનિટ પણ નહીં વિચારે.

એન્કાઉન્ટર નથી
સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની નિંદા કરી છે. વળી, તેમણે દોષિઓ સામે આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. સીએમ યોગીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે આ એક એન્કાઉન્ટર નથી. આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો જરૂર પડી તો અમે આ ઘટનાની સીબીઆઈ તપાસના પણ આદેશ આપીશુ.

કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ શંકાના આધારે ગોળી ચલાવી
વિવેક તિવારી આઈફોન લૌન્ચિંગ પછી પોતાની મહિલા સહકર્મી સના ખાન સાથે ઘરે આવી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને ગાડી રોકવાનો ઈશારો કર્યો તો વિવેકે તેને ગણકાર્યો નહીં. કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ શંકાના આધારે ગોળી ચલાવી, જેથી વિવેકની મૌત થઇ ગઈ.

આઇપીસી ધારા 302 હેઠળ હત્યાનો ગુનો નોંધાયો
ગોળી ચલાવનાર કોન્સ્ટેબલ સામે આઇપીસી ધારા 302 હેઠળ હત્યાનો ગુનો નોંધી લેવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.