For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશાખાપટ્ટનમ ગેસ લીકેજઃ બીજી વાર લીક થયો ઝેરી ગેસ, હેલ્પલાઈન નંબર જારી

એક વાર ફરીથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમની એલજી પૉલિમરમાં ગેસ લીક થયો છે.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમની એલજી પૉલિમરમાં ગેસ લીક થયો છે. મોડી રાતે એક વાર ફરીથી ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થવા લાગ્યો ત્યારબાદ એનડીઆરએફની ટીમે આજુબાજુના ગામો ખાલી કરાવવાુ શરૂ કરી દીધુ. ગેસ લીકના સમાચાર મળતા જ ગુજરાતથી પીટીબીસી કેમિકલ મંગાવી લીધુ છે. એર ઈન્ડિયાના વિશેષ કાર્ગો વિમાનથી કેમિકલ મંગાવવામાં આવ્યુ. આના દ્વારા ગેસને નિષ્ક્રિય કરવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે.

gas leak

તમને જણાવી દઈએ કે વિશાખાપટ્ટનની આ ફેક્ટરીમાં એક વાર ફરીથી ગેસ લીકિંગ શરૂ થઈ ગયુ. જે ટેન્કરથી લીકેજના કારણે દૂર્ઘટના થઈ, એ ટેન્કરમાંથી એકવાર ફરીથી ગેસ લીકેજ શરૂ થઈ ગયુ. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તરત જ આજુબાજુના ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. ગેસને નિષ્ક્રિય કરવા માટે ગુજરાતમાંથી પીટીબીસી(પેરા-ટર્શરી બ્યુટાઈલ કેટેકોલ) લાવવામાં આવ્યુ. આની મદદથી ઝેરી ગેસના પ્રભાવને ખતમ કરવાનુ કામ ચાલુ છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની મદદથી ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.

લેટેસ્ટ માહિતી મુજબ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની વધુ 10 ગાડીઓ પહોંચી ગઈ છે. તેમની સાથે 2 ફેમ ટેન્ડર્સની પણ ગાડીઓ છે. વળી, આંધ્રપ્રદેશ પોલિસે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે. આ હેલ્પલાઈન નંબરો પર ફોન કરીને લોકો મદદ અને માહિતી માંગી શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે બનેલી આ ઘટનામાં 11 લોકોના મોત થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Maharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોતઆ પણ વાંચોઃ Maharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોત

English summary
vizag gas tragedy: Styrene gas fumes leaking again in visakhapatnam,PTBC brought from Gujarat for neutralizing, Helpline number released.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X