હોસ્પિટલમાં મહિલા કપડાં બદલી રહી હતી, સંતાઈને વીડિયો બનતો હતો

પુણેની ફેમસ હોસ્પિટલમાં એક મહિલા એમઆરઆઈ ટેસ્ટ માટે કપડાં બદલી રહી હતી ત્યારે તેનો અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે.

પુણેની ફેમસ હોસ્પિટલમાં એક મહિલા એમઆરઆઈ ટેસ્ટ માટે કપડાં બદલી રહી હતી ત્યારે તેનો અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે મહિલાએ કોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ખરેખર જહાંગીર હોસ્પિટલમાં મહિલાના કપડાં બદલતા સમયે એક વોર્ડબોય ઘ્વારા વીડિયો બનાવવાની ઘટનાથી બબાલ મચી છે.

કપડાં ચેન્જ કરતા સમયે રેકોર્ડિંગ થઇ રહી હતી

કપડાં ચેન્જ કરતા સમયે રેકોર્ડિંગ થઇ રહી હતી

કપડાં બદલતી વખતે મહિલાને ધ્યાનમાં આવ્યું કે કોઈ સંતાઈને મોબાઈલ રેકોર્ડિંગ ઘ્વારા વીડિયો બનાવી રહ્યું છે. મહિલાએ જયારે પોતાનો કપડાં બદલતો વીડિયો જોયો ત્યારે તેને હોશ ઉડી ગયા. મહિલાએ આ ઘટના અંગે 100 નંબર ડાયલ કરીને પોલીસને તેની જાણકારી આપી. ઘટના પછી કોરેગાંવ પોલીસ સ્ટેશને છેડછાડનો મામલો નોંધી લીધો છે.

મહિલાને કપડાં બદલવા માટે બીજા રૂમમાં મોકલી

મહિલાને કપડાં બદલવા માટે બીજા રૂમમાં મોકલી

મળતી જાણકારી અનુસાર ફરિયાદ કરતી મહિલાના પેટમાં દુખતું હતું. તેના ઉપચાર માટે તે પોતાના પતિ સાથે જહાંગીર હોસ્પિટલમાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ મહિલાને એમઆરઆઈ માટે કહ્યું હતું. એમઆરઆઈ માટે મહિલાને ચેંજિંગ રૂમમાં નહીં પરંતુ કોઈ બીજા રૂમમાં કપડાં બદલવા માટે કહેવામાં આવ્યું. મહિલાએ એમઆરઆઈ કરવા માટે કપડાં ચેન્જ કર્યા અને એમઆરઆઈ કરાવ્યા પછી મહિલા જયારે આવી ત્યારે તેને ફરી બીજા રૂમમાં જ કપડાં બદલવા માટે કહેવામાં આવ્યું.

વોર્ડબોયની ધરપકડ

વોર્ડબોયની ધરપકડ

મહિલા જયારે કપડાં બદલી રહી હતી ત્યારે તેને ત્યાં મોબાઈલ જોવા મળ્યો. મહિલાએ મોબાઈલ જોયો ત્યારે તેનો કપડાં બદલતો વીડિયો તેમાં રેકોર્ડ થયેલો હતો. મહિલાએ આ વાત પોતાના પતિને જણાવી. મહિલાના પતિએ તેના વિશે હોસ્પિટલ પ્રશાશને પૂછપરછ કરી. તેમને ઓફિસ બોયને પણ ફટકાર લગાવી. પરંતુ તે દરમિયાન હોસ્પિટલ પ્રશાશન ઘ્વારા કોઈ પણ પ્રકારની સંતુષ્ટિ નહીં મળવાને કારણે તેમને 100 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી. કોરેગાંવ પોલીસ સ્ટેશનમાં આ મામલો નોંધવામાં આવ્યો છે. આ મામલે જહાંગીર હોસ્પિટલમાં કામ કરતા વોર્ડબોયની ધરપકડ પણ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X