Video: પ્રેક્ટિસ દરમિયાન એકબીજા સાથે અથડાયા સૂર્યકિરણ એરક્રાફ્ટ

બેંગ્લોરમાં ચાલી રહેલી એરો ઇન્ડિયા 2019 દરમિયાન એક મોટી દુર્ઘટના થઇ છે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમના બે એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાયા છે

બેંગ્લોરમાં ચાલી રહેલી એરો ઇન્ડિયા 2019 દરમિયાન એક મોટી દુર્ઘટના થઇ છે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમના બે એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાયા છે. આ દુર્ઘટનામાં એક પાયલોટ શહીદ થયાની માહિતી પણ આવી રહી છે. આ ઘટના કેમ થઇ તેના વિશે કઈ પણ કહી શકાય તેમ નથી. હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં હજુ વધારે જાણકારીની રાહ જોવાઈ રહી છે. 1 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં જ ઇન્ડિયન એરફોર્સનું ફાઈટર જેટ મિરાજ 2000 ક્રેશ થયું હતું અને આ ઘટનામાં બે પાયલોટ પણ શહીદ થયા હતા.

Aero India 2019

આ દુર્ઘટનાનો વીડિયો ખુબ જ ડરામણો છે. આ વીડિયો જોઈને તેની ભયાવહતા વિશે અંદાઝો લગાવી શકાય છે. આ ઘટના ત્યારે થઇ જયારે એરો ઇન્ડિયાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. બેંગ્લોર પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ઘટનામાં એક સામાન્ય માણસને પણ ઇજા પહોંચી છે. પહેલા એવી ખબર આવી હતી કે પાયલોટ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X